________________
૧૦૪
સુખ સમૃદ્ધિ ના ઢગલાઓનું નિમિત્તભૂત બને છે. આવું આપનું અનુપમ શુભ નામ જે ભવ્ય જીવને ભૂતકાળમાં પ્રાપ્ત થયું છે. તે એના પૂર્વકૃત પુણ્યના પ્રભાવને પ્રકટ કરે છે, ટુંકમાં આપનું નામરમરણ પ્રાણીમાત્રને ત્રણે કાળમાં સુખનું નિમિત્ત બને છે. ૧૪ શક્તઃ સહસ્ત્રકિરણા-પિ ન નિહતું મિથ્યાત્વગાઢતિમિર ચિરતે હદિસ્થમા
જો-રનુત્તમ-મનાદ્યપિ દોષમૂલ’ તદ્ દયાન-મન્તયતિ તે ભગવદ્ ! ક્ષણેના ઉપાય | ગમે તેવા ગાઢ અંધકારને હટાવવાની તાકાત ધરાવનાર સૂર્ય ફક્ત બાહ્ય અંધકારને જ ભેદી શકશે, પરંતુ અનાદિ કાળથી જીવાત્માઓના હૃદયમાં સ્થિર–વાસ કરી રહેલા દારૂણ મિથ્યાત્વરૂપી ગાઢ અંધકારને દૂર કરવાને તે સમર્થ નથી. એને હટાવવા માટે હૈ દયાળુ પ્રભુ ! એક માત્ર આપનું ધ્યાન જ બસ છે–સમર્થ છે. ૧પા