________________
૧૨૪
આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલે ચંદ્રમા જગતભરનાં -જુદા જુદાં જળાશયમાં–નદી, સરોવર, સાગર, મહાસાગરમાં એકજ જાતનું પ્રતિબિંબ પાડે છે છતાં પણ શીતળ ચાંદની રેલાવ એ પૂર્ણ ચંદ્ર સર્વ જળાશયોમાં એક સરખી શીતળતા આણવાને અસમર્થ છે, વળી આકાશનો એ ચંદ્ર અતશીલ પણ છે. પરંતુ હે નાથ ! આપ તે એક એવા અપૂર્વ ચંદ્ર જેવા છે કે જે અતશીલ નથી, તેમજ હર એક પ્રાણી આપતું ધ્યાન ધરતાં તેના મનપ્રદેશમાં આપ એવા તો પ્રતિબીંબીત થાઓ છો કે તેના કર્મ સંતાપ નીવારવાના સર્વ મનોરથ પરીપૂર્ણ કરી શીતળતાની ચાંદની રેલાવો છો. શું એ ઓછું આશ્ચર્યજનક છે ? ૪૩ાા વાચા-મગોચર ! બહસ્પતિ સન્નિભાદેર્, દેવા સુરાદિ નતપાદ સરોરુહસ્યા સામ્ય ભજેદ્દ વિતર-તસ્તવ ભુક્તિ મુકિત, ક૯પકુમઃ કથય કેવલ ભુકિતદઃ કિમ્ ૪૪