________________
૧૧૧
હમેશાં અભાવ જ હોય છે. એટલા માટેજ દે અચિત્ત પુષ્પોની વૃષ્ટિ કરે છે. સારા ક્ષેત્રે તુ ખંડમય-મત્ર મધુ પ્રવૃષ્ટ, પીયૂષ પિન્ડ-મતુલં શુભ પોન્ડ બીજમા દ્રાક્ષારસેન પરિસેચનતઃ ફલ ચાતુ તસ્માદતીવ મધુરો ભગવદ્ ! ધ્વનિતે પારપા - હે પ્રભુ ! આપની વાણીની મધુરતાની તે શી પ્રશંસા કરૂં ? ધારો કે દૈવયોગે સારાએ ખેતરની ધરતી સાકરની બની જય, એમાં વળી પાણીની જગાએ મધની સારી એવી વૃષ્ટિ થાય, આ મીડાશમાં વળી અમૃતના પીંડનું ખાતર નાખવામાં આવે ત્યારબાદ તેમાં ઉત્તમમાં ઉત્તમ પ્રકારની એવી શેરડીનું બીજ વાવવામાં આવે. આ બીજ ઉપર દ્રાક્ષના મધુર રસનું સીંચન કરવામાં આવે પછી તેની જે શેરડી પાકે અને તેમાં જે મીઠાશ આવે, તેની તે ક૯પના જ કરવાની રહી. છતાં પણ