Book Title: Aapno Dharm
Author(s): Anandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
Publisher: Lilavati Lalbhai

View full book text
Previous | Next

Page 13
________________ જેમ કાઈ રમનાર મ્હારાંને એકમીજાને જોરે ગાઢવી રચના કરે, તેવું અમુક પારિભાષિક શબ્દો અને વિચારાની રચના જેવું એ થઈ ગયું હતું. મણસાથે તેને જીવન્ત, આ જીવનના પ્રશ્નને ઉડ્ડલવા સમર્થે, આ જીવનમાં અનુભવવા યાગ્ય, અને આ જીવનના રહસ્યભૂત–સારભૂત, જીવનના પાયારૂપ એવું કરી બતાવ્યું. એમ કરવામાં તેમણે અંગ્રેજી સાયન્સ અને ફિલેાસેાફીના ઉપયાગ કર્યો; વર્તમાન સાયન્સ અને ફિલેાસેાકીના પ્રશ્ના પણ અદ્વૈત દૃષ્ટિથી વિચાર્યું, અને અદ્વૈતના નિરૂપણમાં એ જ્ઞાનને પણ ઉપયાગ કર્યાં. વેદાન્તને જીવન્ત બનાવવા તેમણે ‘અભેદ’ સાથે ‘પ્રેમ'ને સ્થાન આપ્યું, અને પરાક્ષ અને અપરાક્ષ જ્ઞાનના તેને વ્યાવર્તક બનાવ્યેા. આને મણિલાલને આધુનિક વેદાન્તમાં અથવા વર્તમાનયુગની ધર્મવિચારણામાં સ્વતંત્ર કાળા ગણવા જોઇએ. તે પહેલાં પ્રેમને ધર્મમાં સ્થાન જ નહેાતું એમ વિવક્ષિત નથી. પ્રેમને માટે મણિલાલે આપેલાં અવતરણા જ તેના પૂરતા જવાબ છે. પણ તેમણે પ્રેમના અર્થ માત્ર પ્રેમલક્ષણા ભક્તિ જ નહિ, માત્ર ઈશ્વરભક્તિ જ નહિ, પણ વ્યવહારમાં પણ જે પ્રેમ છે તે તે જ પ્રેમના અંશ છે એમ કર્યાં. આ અર્થ તે સમયે નવા હતા. ભક્તિ સંપ્રદાયમાં પ્રેમના એવા અર્થ થતા નહાતા. તેમાં તે। કૃષ્ણની જ ભક્તિ હતી, અને સંસાર તા જાળરૂપ જ હતા, ભક્તિમાંવિઘ્નરૂપ હતા. કદાચ આ નવા સ્વરૂપનું સૂચન ક્રિશ્ચન ધર્મ જેમાં ઈશ્વર એ પ્રેમ છે અને પ્રેમ એ ઈશ્વર છે એવાં વિધાના આવે છે તેમાંથી મળ્યું હાય. પણ તે ગમે તે હોય પણ આ દૃષ્ટિ નવીન હતી. મણિલાલે પ્રેમ અને અભેદ, ભક્તિ અને જ્ઞાન ઉપર અનેક જગાએ લખ્યું છે. તેમના આ મન્તવ્યને નિષ્કર્ષ તેઓ સિહાન્તસારમાં એક જગાએ આપે છે ૪ જ્ઞાન વિના ભક્તિ અધ રહે છે, ભક્તિ વિના જ્ઞાન શુષ્ક રહે છે, પાંગળુ’ રહે છે. જે જાણવું તે જ ભજવું, જાણ્યા વિના ભાય નહિ, ને ભજ્ગ્યા વિના જાણવું કહેવાય નહિ, વેદાન્તનું જે પરાક્ષજ્ઞાન તે જ ભક્તિ છે, ભક્તિમાર્ગવાળાની પ્રેમલક્ષણા પરાભક્તિ તે જ અપરીક્ષજ્ઞાન છે. જ્ઞાન તે ભક્તિ ને ભક્તિ તે જ જ્ઞાન—એ જ પરાક્ષ કૈવલ્ય. શ્રી ગીતાજીમાં પણ એ જ કહ્યું છે, સાખ્યુંજ્ઞાન અને યાગ–કર્મ, ભક્તિ ઇત્યાદિ–ને એકરૂપ ાણનાર જ જાણે છે.” ૩. પ્રેમ, દયા, સ્નેહ, મૈત્રી, આદિ સ્થૂલ સબંધેામાં પણ જે જે આનદ આવે છે, તે તે આનંદના પરમ પ્રકÑ અનુભવાય એ અભેદનું સ્વરૂપ છે. આત્મનિમજ્જન રૃ. ૩૮–૯. ૪. સિદ્ધાન્તસાર (આવૃત્તિ ત્રીજી) પૃ ૩૨૩-૨૪

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 909