________________
નિષ્ફળતાનું એક કારણ તેણે સુધારામાં ધર્મને અભાવ છે એ માન્યું. તેનો સ્વભાવ પ્રમાણે તે એટલા જ વેગથી સનાતન ધર્મ તરફ વળ્યો અને આર્યધર્મ વિશે તેણે ઘણું લેખ લખ્યા. અહીથી સુધારાની વિરુદ્ધ બાજુની, દેશના ધર્મ માનસને અનુકૂળ રીતે કામ કરવાની એક નવી પ્રણાલિકા શરૂ થઈ. આ પ્રણાલિકાની શ્રદ્ધા આપણે ગોવર્ધનરામની
સરસ્વતીચંદ્ર' નવલકથામાં જોઈએ છીએ, અને એનું ચિંતનાત્મક મનનાત્મક કે દાર્શનિક રૂપ આપણે મણિલાલ નભુભાઈમાં જોઈએ છીએ. મણિલાલ નભુભાઈએ સૌથી પ્રથમ આપણું અને આપણું દાર્શનિક દૃષ્ટિએ તપાસ્યા કસ્યા વિચાય. નર્મદે એક રીતે આ દિશામાં પહેલ કરી, પણ તેના સ્વભાવમાં કે બુદ્ધિસંપત્તિમાં ઊંડા દાર્શનિક મનનને અવકાશ નહોતો. એટલે એ, મનનને ખરું સ્વરૂપ મણિલાલથી જ મળ્યું. શ્રી આનંદશંકરે મણિલાલનું પ્રસ્થાન આગળ ચલાવ્યું, વિકસાવ્યું, વિસ્તાર્યું. મણિલાલ આનંદશંકરથી જેમ વયમાં અગ્રજ હતા તેમ આ પ્રસ્થાનમાં પણ અગ્રગામી હતા, અને માટે જ આનંદશંકર તેમના તરફ હમેશાં માનની દૃષ્ટિએ જુએ છે, તેમને “મારા ૪ વિદ્યાબધુ કહે છે, અને તેથી જ પછીના જમાનાએ એમને નહિ આપેલે ન્યાય આપવા હમેશા પ્રયત્ન કરે છે. આપણું સાહિત્યમાં મણિલાલ નભુભાઈની સાથે જ અને તે પછી, આચાર્ય આનંદશંકરે તેમની પ્રવૃત્તિનું અનુસંધાન રાખ્યું અને અરધી સદ્દી સુધી એકનિષ્ઠાથી એમણે એ કામ કર્યું એને હું આપણું સાહિત્યનું અને ધર્મચિંતનપ્રવૃત્તિનું એક સદ્ભાગ્ય સમજું છું.
બન્નેની શ્રદ્ધા અને નિરૂપણપદ્ધતિમાં ઘણું સમાનતા છે અને તેથી આપણે સ્વતન્ન દાર્શનિક વિચારણના અભ્યાસમાં બન્નેનો ભેગો અભ્યાસ આવશ્યક છે. બન્નેને શાંકર કેવલાદ્વૈત ઉપર શ્રદ્ધા હતી. બન્ને ધર્મ અને તત્વજ્ઞાનને અભિન્ન જોતા હતા. બન્નેએ હિંદુ ધર્મ અને ફિલસૂફી ઉપર. થતાં અનેક આક્રમણ સામે તુમુલ યુદ્ધ કરેલું છે, અને બન્નેએ હિંદુ ધર્મને તેના વિશાલમાં વિશાલ રૂપમાં જોયો છે, અને નિરૂપ્યો છે. એટલું જ નહિ, મણિલાલે આદરેલી ચર્ચા આનંદશંકરે આગળ ચલાવેલી છે, ઘણી જગાએ મણિલાલની દૃષ્ટિને વિસ્તારી છે, અને મણિલાલે ઉપસ્થિત કરેલા મતે વધારે પરિષ્કૃત કર્યા છે. મણિલાલ પહેલાં વેદાન્ત એક કેવલ શુષ્ક તર્કજાલ જેવું, વાસ્તવિક જીવન સાથે સંબંધ વિનાનું અને તેથી કરણઘેલામાં નંદશંકર ઉપહાસ કરે છે તેવું થઈ ગયું હતું. શેતરજની જેરી બાજીમાં
૨. પૂ. ૭૪ર.