Book Title: Aapno Dharm
Author(s): Anandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
Publisher: Lilavati Lalbhai

View full book text
Previous | Next

Page 10
________________ ઉપઘાત આચાર્ય આનંદશંકરના ધર્મ અને તત્ત્વજ્ઞાન ઉપરના બધા લેખે આ સંગ્રહ છે. અનેક વિષયો વિશેની તેમની સાહિત્યપ્રવૃત્તિમાં આ વિષય તેમને સૌથી ઈષ્ટ અને સૌથી મહત્ત્વને હતે. અને હવે તેઓ ક્ષરદેહે. વિલય પામ્યા છે, અને આપણે માટે માત્ર અક્ષરદેહે વિરાજમાન રહ્યા છે, ત્યારે આ તેમની ઇષ્ટતમ પ્રવૃત્તિને સમસ્ત રૂપે અભ્યાસ કરવાને એક પ્રસંગ છે. આ વિષયમાં તેમની સમગ્ર પ્રવૃત્તિનું યથાર્થ દર્શન કરવા માટે એમણે એ પ્રવૃત્તિ શરૂ કરી ત્યારની પરિસ્થિતિ સમજવી જોઈએ. ઘર બાંધનાર પોતાની સંપત્તિ અને ઉત્સાહ પ્રમાણે ઘર ગમે તેટલું ઊંચું લે પણ તે પહેલો પથરો તે જમીન ઉપર માંડવાનો. પ્રવાસી ગમે તેટલે દૂર જાય, પણ પ્રવાસની શરૂઆત તે તે ઊભું હોય ત્યાંથી કરવાને. તેમ દરેક લેખક તેની દૃષ્ટિની વેધકતા પ્રમાણે સમાજના હદયને ગમે તેટલે ઊંડે સ્પર્શ, ભવિષ્યમાં ગમે તેટલે દૂર જાય, પણ તેની દષ્ટિ સમક્ષ તે તેને પિતાને સમકાલીન સમાજ રહેવાનો. જેમાં તે પિતાના સમયની જ ભાષા વાપરે છે, તેમ જ તે પિતાના સમયના સમાજને જ સંબોધે છે. માટે કોઈ પણ મહાન અર્વાચીન પ્રવૃત્તિ સમજવા માટે આપણે અર્વાચીન સમાજનું સ્વરૂપ સમજવું જોઈએ. આપણું અવૉચીન યુગનો પ્રારંભ યથાર્થ રીતે અંગ્રેજોના આગમન અને આધિપત્યથી થાય છે. ત્યારથી પશ્ચિમની સંસ્કૃતિનું આક્રમણ આપણું ઉપર થયું. તે માત્ર એક રાજબદલે નહોતે, પણ સમાજના આર્થિક સામાજિક બૌદ્ધિક ધાર્મિક સર્વે પ્રદેશ પર તેને ધસારે હતું. તે સમયે આપણે સમાજ, સામાન્ય રીતે, રૂઢિગ્રસ્ત, રૂઢિજડ, સામાજિક દષ્ટિએ અનેક રીતે વિભક્ત, ટૂંકા વિભાગના અભિમાનવાળો, મહાન આશયો વિનાનો હતો. આપણું ઘણુંખરાં યાત્રાસ્થાનેનાં જલાશયોની પેઠે, તેનું જીવન બંધિયાર : હતુ અને તેના પર અંધશ્રદ્ધાની લીલબાઝેલી હતી. વિદ્વાન અને સાચા ધાર્મિક જ નહોતા એમ નહિ, પણ વિદ્વાની વિદ્વતા, નવાં શસ્ત્ર અને નવા બૂહવાળાં શત્રુદલ જોઈને તંભિત થઈ ગઈ હતી, અને ધર્મબુદ્ધિ અહિક જંજાલથી પરામુખ રહેવામાં પિતાનું સાર્થક્ય માનતી હતી. આ આક્રમણ પછીનો ઈતિહાસ તે આપણે સમાજ આ આક્રમણ સામે કેવી રીતે તૈયાર થયે, તે કેવી રીતે બળવાન થયો, નવી સંસ્કૃતિના કયા અંશે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 909