Book Title: Aapno Dharm Author(s): Anandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak Publisher: Lilavati Lalbhai View full book textPage 9
________________ (૪) આ લેખમાળામાં નંબર ૧૦ થી ૨૩ સુધીમાં વ્યાખ્યાને છે– એ તરફ મારા વાચકેનું ખાસ ધ્યાન ખેંચવાની હું રજા લઉ છું. એ વ્યાખ્યામાં કાંઈ અસાધારણ ઉત્કૃષ્ટતાવાળું પ્રતિપાદન છે એમ મારું કહેવું નથી; પણ આ રીતે પ્રાચીન ગદ્ય વા પદ્ય લઈ એ ઉપર વ્યાખ્યાન રચવાની, અને એ રીતે પ્રાચીન ઉપદેશના અન્તમાં ઊતરી એનું ઊંડું રહસ્ય વા ગંભીર ધ્વનિ પ્રકત્રિત કરવાની રીતિ જે પશ્ચિમના “Sermons'ના સાહિત્યમાં છે, અને જુદા પ્રકારે આપણુ હરિકીર્તનમાં છે–તેને ધર્મોપદેશ માટે આપણું જનસમાજમાં અને ધામિક સાહિત્યમાં વિશેષ ઉપયોગ કરવા જેવો છે એટલું સૂચવવાનું મારું તાત્પર્ય છે. ૫) આ લેખમાળામાંને ચર્ચાભાગ કેટલાકને પ્રથમ દષ્ટિએ નિરપાગી લાગશે. પણ વિચાર કરતાં જણાશે કે એમાંના ઘણાખરામાં બલ્ક બધામાં આપણું ધાર્મિક સુધારાને લગતા મુદ્દાના પ્ર સમાએલા છે, અને એ ઉપર ખરી સમજણ જનસમાજમાં પ્રસારવાની બહુ જરૂર છેઃ ઉદાહરણ તરીકે, ઘણા સિદ્ધાતે વસ્તુતઃ શંકરાચાર્યના નહિ તે એમને નામે ચઢાવવામાં આવે છે. આપણું ધર્મનું સ્વરૂપ એતિહાસિક દષ્ટિએ વિલોકવામાં આવે તે એમાં દેખાતા ઘણું વિરોધને યથાર્થ પરિહાર થઈ શકે ઇત્યાદિત (૬) હું જે પ્રાચીન ધર્મમાં ઊછર્યો છું તેમાં જ મારા ઘણાખરા વાચક ભાઈઓ પણ ઊછર્યા છે, અને હું જે કેળવણુ–સંસ્કૃત અને અંગ્રેજીપામ્યો છું તે જ એ ભાઈએ પણ પામ્યા છે. અને તેથી સ્વ. ગોવર્ધનભાઈ સરસ્વતીચંદ્રના ૪થા ભાગના ઉપાઘાતમાં જે વિચારની ત્રિવેણી (૧ પ્રાચીન પૂર્વ, ૨ અર્વાચીન પૂર્વ, પશ્ચિમ) બતાવે છે તે ઉભયને સમાન છે. એવી સ્થિતિમાં, જેમ મને આપણું ધર્મ ઉપર ચિન્તન કરતાં અનેક વિચારે આવે છે–ગૂંચવણે પડે છે, સમાધાને થાય છે, મૂંઝવણ રહે છે, તેમ એમને પણ થતું હશેઃ અને એવા “સમાનધર્મી” વાચકે ઘણાં હશે એમ ધારી આ સંગ્રહ સુલભરૂપે પ્રસિદ્ધ કરવાનું મેં ગ્ય ધાર્યું છે. આશા રાખું છું કે એ એમને કાંઈકે પણ ઉપયોગી થશે. અમદાવાદ, વિ. સં. ૧૯૭૨ ફાગણ સુદ ૫ થી આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ વાક બની ભાગના પશ્ચિમ) ૧ અર્થાતદિવ્યપ્રભાત, માયાવાદ, “માનવોત્તમ આત્મનિવેદન, મુક્તિનાં સાધન, એક અજવાળી રાત્રિ, “ચાદલિય”, “દેવાસુર-સંગ્રામ”, ચાર ગુઓ, ખાડાની ધાર”, હીંડોળો, પ્રેમઘટા, બહેરી”, “વ્યાદિભાવના”, વામનાવતાર. સંપાદકPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 909