Book Title: Aapno Dharm Author(s): Anandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak Publisher: Lilavati Lalbhai View full book textPage 7
________________ બીજી આવૃત્તિની પ્રસ્તાવના આ પુસ્તક (બીજી આવૃત્તિ) છપાય છે ત્યાંથી હું બહુ દર પડે છું, અને તે કારણથી એનાં યુફ મહારાથી વંચાયાં નથી એટલું જ નહિ, પણ પુસ્તક તૈયાર થયા પછી એ કેવું છપાયું છે એટલું તું નજરે પણ જોઈ શક્યો નથી. પ્રથમ આવૃત્તિમાં ઘણું મુદ્રણદોષ હતા, અને મને ભય છે કે તે કદાચ આ આવૃત્તિમાં પણ કાયમ રહ્યા હશે, ચા કેઈક નવા પણ ઉમેરાયા હશે. આ આવૃત્તિના ઉત્સાહી પ્રકાશકને મારી મુશ્કેલી ખાતર ભી રહેવા કહેવું અનુચિત હતું અને તેથી આ આવૃત્તિ એમની ઈચ્છાનુસાર છપાવા દેવી પડી છે. પહેલી આવૃત્તિ પછી એટલે છેલ્લાં પાંચ વર્ષમાં મારે હાથે લખાએલા ધર્મને લગતા લેખ આ આવૃત્તિમાં દાખલ કરવા ઈચ્છા હતી. પણ તે પણ અન્ય વ્યાસંગને લીધે બની શક્યું નથી. તે માટે વાચકની ક્ષમા ચાહું છું. વારાણસી વિ. સં. ૧૯૭૬, શ્રાવણ આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ કૃષ્ણજન્માષ્ટમીPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 909