Book Title: Aapno Dharm
Author(s): Anandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak
Publisher: Lilavati Lalbhai

View full book text
Previous | Next

Page 11
________________ સામનો કરી તે ટકી રહો, કયા અને તે પચાવીને પુષ્ટ થયો, અને તેણે કેવો નવો અવતાર લીધે એ છે. આ દિશાને આપણે સમાજને પહેલો પુરુષાર્થ તે સુધારે કે સંસાર સુધારે ગણુ જોઈએ. આટલે વરસે એને દૂરથી જોઈ સાદા સ્વરૂપમાં સમજ હોય છે એમ કહેવાય કે તેની શ્રદ્ધા એવી હતી કે અંગ્રેજો જેવું જીવન કરવાથી આપણે ઉન્નત અને બળવાન થઈશું. એ શ્રદ્ધાથી, તે જીવનમાં પેસી ગયેલી કુરૂઢિઓનો નાશ કરવા પ્રેરાયે.એના સમાજશાસ્ત્રને સિદ્ધાન્ત તે વ્યક્તિ વાતવ્યને હતું, જે તે સમયના ઈગ્લેંડમાં પ્રચલિત હતો. સંસારસુધારાના હિમાયતીઓ મુખ્યત્વે અંગ્રેજી કેળવણું લીધેલા હતા. એ જ હીલચાલની એક શાખા બ્રહ્મસમાજ અને પ્રાર્થનાસમાજનું રૂપ પામી, જેને પ્રયત્ન પણ, એક તરફથી આપણું પ્રચલિત ધર્મસંપ્રદાયો અને ફિરકાઓની ધાર્મિક અંધશ્રદ્ધાને ખસેડવાને હતા, અને બીજી તરફથી ધર્મને એકેશ્વરવાદનું સાદું સ્વરૂપ આપવાનો હતો. આ આખું આંદોલન એક રીતે પરદેશ અને પરસંસ્કૃતિના અનુકરણ જેવું હતું. તેના મૂળ આપણું દેશના આંતર માનસ સુધી, દેશના પ્રાચીન ઈતિહાસ સુધી ઊંડાં ગયાં નહોતાં. લેકસમૂહના માનસને તે કદી આકષી શક્યું નહિ. * ગુજરાતમાં સંસારસુધારાની લગભગ સાથે જ અસ્તિત્વમાં આવેલાં આવાં બીજાં બે ધાર્મિક આંદલને તરીકે થિસણી અને આર્યસમાજને “ ગણાવવાં જોઈએ. આ સંબંધી આચાર્ય આનંદશંકરને અભિપ્રાય, જે થિસોફી એ ધર્મ નથી પણ ધર્મનું ફક્ત દષ્ટિબિન્દુ છે એ યથાર્થ છે. અને બ્રહ્મસમાજ અને આર્યસમાજ બન્નેમાં ધાર્મિક પુરુ થયા છે એમ સ્વીકારવા છતાં કહેવું જોઈએ કે એ સમાજે લોકજીવનને ધાર્મિક અનુભવથી સમૃદ્ધ કરી શક્યા નથી. આનંદશંકર કહે છે તેમ સમાજોને ધર્મ તે જીવન નિભાવે એ પૌષ્ટિક ખોરાક નથી, પણ માત્ર કંઠ ભીને કરે એવું પાતળું દિયાસોથી છિ જોતાં છે. સુધારાના આ શિફી કે આર્યસમાજે આપણું ગુજરાતી સાહિત્યમાં કશે ફાળો આ નથી. એ દૃષ્ટિએ જોતાં સંસારસુધારે અને પ્રાર્થનાસમાજે ગુજરાતી સાહિત્યમાં અનેક રીતે ફાળે આપેલો છે, સુધારાના આંદોલનના લગભગ પ્રારંભમાં વીર નર્મદે અગ્ર ભાગ લીધો. તેણે “યાહેમ કરીને સુધારાના યુદ્ધમાં ઝંપલાવ્યું. પણ તેને ધીમે ધીમે સમજાતું ગયું કે આગે ફતેહ” નથી, તેને એ દિશા જ ખોટી જણાઈ અને સુધારાની ૧. પૃ. ૫૭૬,

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 909