Book Title: Aapno Dharm Author(s): Anandshankar Bapubhai Dhruv, Ramnarayan Vishwanath Pathak Publisher: Lilavati Lalbhai View full book textPage 6
________________ ત્રીજી આવૃત્તિની પ્રસ્તાવના આ પુસ્તકની બીજી આવૃત્તિ વખતે ધ્રુવ સાહેબની ઇચ્છા, પછીથી લખેલા લેખો આ ગ્રન્થમાં ઉમેરવાની હતી પણ વ્યવસાયને લીધે તે તેઓ કરી શક્યા નહિ. તે પછી તે એ પ્રકારના લેખો બીજા પણ સારી સંખ્યાના થયા. તેઓ નિવૃત્ત થઈ અમદાવાદ આવ્યા ત્યારે પણ તેમને વ્યવસાય ઓછો થયો નહિ. અને પછી ધીમે ધીમે શક્તિ હરતી જતી લાંબી માંદગી આવી, તેથી આ કાર્ય તેઓ કદી હાથમાં લઈ શકશે એવું દેખાતું નહોતું. વિદ્યાર્થી અવસ્થામાં મને તેમની સમીપ રહેવાનું સદ્ભાગ્ય મળેલું, તે સમયના તેમના પરિચયથી હું જાણતી હતી કે આ સાહિત્યપ્રવૃત્તિ તે તેમને ઈષ્ટતમ હતી. તેથી મેં આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનું માગી લીધુ અને મારી તે ભાગણ તેમણે સ્વીકારી. સંપાદકનું કામ કોને સોંપવું એમ પૂછતાં તેમણે શ્રી રામનારાયણ પાઠકનું નામ સૂચવ્યું, અને શ્રી પાઠકે આ કામ, વિષયના રસને લીધે અને ધ્રુવ સાહેબ તરફના આદરને લીધે તરત સ્વીકાર્યું, તેથી મારું કામ ઘણું સુકર થઈ ગયું. છાપવા વગેરેનું કામ બનતી વરાથી ચલાવ્યું છતાં ધ્રુવ સાહેબના કલાસવાસ પહેલાં એ તૈયાર થઈ ન શક્યું ! એમના હાથમાં એ પુસ્તક મૂકવાની મારી અભિલાષા વણપૂરી જ રહી ગઈ ! જેવું ભાવિ ! પણ આ પુસ્તકની પ્રસિદ્ધિ પણ તેઓ જે હેતુ માટે ઇચ્છતા હતા, તે હેતુ લક્ષમાં રાખી ગુજરાતી જનના આ પુસ્તકનો લાભ લેશે તે એ સાત્વન પણ નાનુંસૂનું નથી! તા. ૨૫-૧૧-૪૨. લીલાવતી લાલભાઈPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 909