________________
બીજી આવૃત્તિની પ્રસ્તાવના આ પુસ્તક (બીજી આવૃત્તિ) છપાય છે ત્યાંથી હું બહુ દર પડે છું, અને તે કારણથી એનાં યુફ મહારાથી વંચાયાં નથી એટલું જ નહિ, પણ પુસ્તક તૈયાર થયા પછી એ કેવું છપાયું છે એટલું તું નજરે પણ જોઈ શક્યો નથી. પ્રથમ આવૃત્તિમાં ઘણું મુદ્રણદોષ હતા, અને મને ભય છે કે તે કદાચ આ આવૃત્તિમાં પણ કાયમ રહ્યા હશે, ચા કેઈક નવા પણ ઉમેરાયા હશે. આ આવૃત્તિના ઉત્સાહી પ્રકાશકને મારી મુશ્કેલી ખાતર
ભી રહેવા કહેવું અનુચિત હતું અને તેથી આ આવૃત્તિ એમની ઈચ્છાનુસાર છપાવા દેવી પડી છે.
પહેલી આવૃત્તિ પછી એટલે છેલ્લાં પાંચ વર્ષમાં મારે હાથે લખાએલા ધર્મને લગતા લેખ આ આવૃત્તિમાં દાખલ કરવા ઈચ્છા હતી. પણ તે પણ અન્ય વ્યાસંગને લીધે બની શક્યું નથી. તે માટે વાચકની ક્ષમા ચાહું છું.
વારાણસી વિ. સં. ૧૯૭૬, શ્રાવણ
આનન્દશંકર બાપુભાઈ ધ્રુવ કૃષ્ણજન્માષ્ટમી