________________
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના આ પુસ્તકને હું ધારું છું કે લાંબી પ્રસ્તાવનાની જરૂર નથી કારણ કે * આરંભને લેખ જ એ ગરજ સારશે. માત્ર થોડાક ખુલાસા કરવા ઠીક લાગે છે. - (૧) આ પુસ્તકને મેં “આપણે ધર્મ એવું નામ આપ્યું છે તે એવા હેતુથી કે એ ધર્મમાં જેમને “આપણું'પણુને ભાવ છે–અર્થાત, જેઓનાં બુદ્ધિ-હદય એ ધર્મને બહારથી નહિ પણ અન્તમાં રહીને નીરખવા તત્પર છે–તેમને જ આ પુસ્તક કાંઈક ઉપયોગી થશે.
(૨) બીજુ, આ પુસ્તક આપણું ધર્મને પ્રકરણબહ ગ્રન્થ નથી, તેમ એ ધર્મ ઉપર વ્યવસ્થાસર રચેલી નિબન્ધમાલા પણ નથી. માત્ર આજ પર્યન્ત મેં સુદર્શન અને વસન્ત પત્રમાં ધર્મ સંબંધી જે જે લેખ લખ્યા છે તેને જ સંગ્રહ કરી અત્રે મૂકે છે. એ સંગ્રહના ક્રમમાં કઈક ગોઠવણું છે. તે વાચકને સહજ સમજાય એવી છે.
આ બીજી જાતનાં લખાણમાં પૂર્વોક્ત પ્રકારના ગ્રન્થ કે નિબન્ધ કરતાં બેશક ઘણુ ન્યૂનતા હોય છે–પરંતુ એ ન્યૂનતામાં જ એક અધિકતા સમાએલી રહે છે, અને તે એની સ્વાભાવિકતાઃ મનુષ્યને વિચારે હમેશાં પ્રકરણબદ્ધ કે વ્યવસ્થિત રૂપે જ સૂઝતા નથી; સ્વાભાવિક રીતે જ, અન્ત
માં કે એની આસપાસ જે જે શંકાઓ ઊઠે છે, જે જે અને ચચતા હોય છે, એની ઉપર એને એની શક્તિ-વલણ–કેળવણું–પ્રસંગ વગેરેને અનુસરી કોઈ ને કોઈ વિચાર આવે છે જ. અને તે જેવા રૂપમાં આવે છે તેવા જ રૂપમાં—એકી બેઠકે લખેલા લેખમાં એ બહાર પડે છે. આ સંગ્રહના લેખ એ જાતના છે.
એમાં કદાચ કઈ કઈ સ્થળે પરસ્પર વિરુદ્ધ જેવું જણાય છે તેને સ્વાનુભવમાંથી અને અનુભવવિકાસમાંથી ખુલાસો મેળવવાને છે.
(૩) ત્રીજુ, આ સંગ્રહના લેખેની ઉપર કહી તે ગોઠવણી સાચવવા જતાં એક અસાધારણ માર્ગ લેવો પડે છે. પુસ્તક છાપવા માંડશે ત્રણ ચાર વર્ષ થઈ ગયાં અને તેથી મૂળ છાપવા ધારેલા લેખોમાં પાછળથી લેખો ઊમેરાયા, પરંતુ તે વિષયક્રમને અનુસરતી રીતે મૂળ પાનાંની વચમાં (ક) (ખ) ઈત્યાદિ આંક મૂકીને દાખલ કર્યા છે. આમ કરવામાં ગોઠવણીના ધારણને કદાચ અયોગ્ય માન આપ્યું કોઈને લાગશે. પરંતુ મૂળ જે વસ્તુ જ પ્રકીર્ણ તેને વળી છેક સંકીર્ણ થઈ જવા દેવી એ અપરાધ અક્ષમ્ય લાગવાથી આ પગલું ભર્યું છે.
* આ જાણવા માટે તે તે લેખ પ્રથમ પ્રસિદ્ધ થયાને સમય દરેક લેખને અને આપે છે.