Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા લેવા આવી. પ્રાણજીવનભાઈ સામાન્ય રીતે અનાજની જ મદદ કરતા. એટલે એમણે પુત્ર છબીલને કહ્યું, “જા, આ બાઈને અડધો મણ બાજરો અપાવી દે.” બાઈએ કહ્યું, “દાદા, અડધા મણ બાજરામાં શું થાય ?' પ્રાણજીવનભાઈએ કહ્યું, “સારું, મણ બાજરો અપાવી દે.” પુત્ર છબીલે સાથે જઈને પોતાના વેપારીને ત્યાંથી બાઈને મણ બાજરો અપાવી દીધો. બાઈ એ લઈ ચાલતી થઈ. પણ છબીલને કુતૂહલ થયું તેથી એ બાઈની પાછળ પાછળ ગયો. બાઈએ તો આગળ જઈને બાજરો વેચીને પૈસા રોકડા કરી લીધા. છબીલે ઘેર આવીને ફરિયાદ કરતાં પિતાને કહ્યું કે, “બાપુ, તમે કેવા માણસોને મદદ કરો છો ? બાઈએ તો બાજરો વેચી મારી પૈસા રોકડા કરી લીધા.” પિતાએ પુત્રને સમજાવતાં કહ્યું, “બેટા, તેં મોટી ભૂલ કરી. તારાથી એ બાઈની પાછળ ન જવાય. આપણે મદદ કરી એટલે આપણું કામ પૂરું થયું. લેનાર એનું શું કરે છે એ આપણે જોવાનું ન હોય. સંભવ છે કે એ બાઈની પાસે પગમાં પહેરવાનાં પગરખાં નહીં હોય અને બાજરો વેચીને મેળવેલા પૈસામાંથી એ પગરખાં ખરીદે. તું તો જાણે છે કે હું અનાજ સિવાય કશાની મદદ કરતો નથી. પછી એ બાઈ મારી આગળ જૂઠું ન બોલે તો શું કરે ?" મામા-ભાણેજનો અનન્ય આત્મીય સંબંધ આવા સૂક્ષ્મ ઘર્મબુદ્ધિવાળા ઉદારચરિત પુરુષને હાથે ઉછેર એ મોહનભાઈના જીવનઘડતરનું સૌથી મહત્ત્વનું પરિબળ હતું. મામા-ભાણેજની પ્રીતિ અનેરી. મામાને મન મોહન અંગના દીકરાઓથી પણ વિશેષ. મોહન જ ખરો દીકરો. એક વખતે સૌ સાથે જમવા બેઠાં હતાં. રોટલી પીરસાતી હતી. તેમાં મોહનના ભાણામાં ઠંડી રોટલી આવી. મામાએ મામીને તમાચો માર્યો અને કહ્યું, “મારા મોહનને ઠંડી રોટલી કેમ ? તારા દીકરાઓને આપ.” છબીલભાઈ મુંબઈ ભણતા હતા ત્યારે મોહનભાઈને ત્યાં રહેલા. પિતાએ એમને કહેલું, “મોહન તારો બાપ છે એમ સમજજે.” પછીથી છબીલભાઈ પગમાં પોતાનું ઘર માંડીને રહેતા ત્યારે મોહનભાઈ કેટલીક