Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્ધભૂતિભા અને મનુષ્ય પ્રતિભા પપ આવે એ સ્વાભાવિક હતું. પરંતુ આ પરિસ્થિતિમાં પણ કૉન્ફરન્સ જે કંઈ કરી શકી એમાં જે કેટલાક મહાનુભાવોનો ફાળો હતો તેમાં મોહનભાઈ અવશ્ય એક હતા. મોહનભાઈ એકતાના પ્રખર હિમાયતી હતા અને કૉન્ફરન્સ સર્વમાન્ય સંસ્થા બને એની જિકર એમણે ઊંડી દાઝથી વારંવાર કરી છે. એજ્યુકેશન બૉર્ડના એ સેક્રેટરી હતા ત્યારે ધાર્મિક શિક્ષણનો જે અભ્યાસક્રમ તૈયાર થયેલો એમાં ચારિત્રઘડતરની વિશાળ દૃષ્ટિ જોવા મળે છે અને એનું મૂલ્ય ઓછું આંકવા જેવું નથી. ધાર્મિક પરીક્ષાનું તંત્ર પણ ઊભું કરવામાં આવેલું, ભલે એ એકસરખી સફળતાથી લાંબો સમય ચાલ્યું ન હોય. કૉન્ફરન્સ અનેક પ્રગતિશીલ ઠરાવો કરેલા અને વિદ્યાકીય પ્રવૃત્તિઓ આરંભી એમાં જેમને મમ્મી પાર્ટી કે ત્રિપુટીના સભ્યો તરીકે ગાળ આપવામાં આવી છે એ મહાનુભાવોનું કર્તુત્વ ઘણું હતું. પણ દેખીતી રીતે જ રૂઢિચુસ્ત વર્ગોને આમાંનું ઘણું પસંદ ન હતું. મોહનભાઈએ ચલાવેલાં માસિકોની ઉગ્ર ટીકા એ વર્ગ દ્વારા થઈ છે - મોહનભાઈએ પોતે સામે ચાલીને બે વાર તંત્રીપદ છોડ્યું તેમાં આ ટીકાઓ પણ જવાબદાર જણાય છે - પણ એક વાર મોહનભાઈએ તંત્રીપદ છોડ્યા પછી માસિક ચાલી ન શકતાં મોહનભાઈને જ ફરી તંત્રીપદ સોંપવું પડ્યું એમાં એમની શક્તિનું અને એમણે બજાવેલી સેવાનું મૂલ્યાંકન થઈ જાય છે. શાંત સમજાવટની કાર્યરીતિ જાહેરજીવનમાં મોહનભાઈની કાર્યરીતિ શાંત સમજાવટની હતી. કૉન્ફરન્સ ભરવા અંગે “જૈન” પત્ર વિરોધી સંલાપ અપલાપ શરૂ કરે છે ત્યારે મોહનભાઈ કેવી વિનમ્રતા, વિવેક, ખેલદિલી અને સમજાવટભરી ભાષામાં એની ચર્ચા કરે છે ! (જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩, હેરલ્ડ) મોહનભાઈ પરિસ્થિતિનું તટસ્થતાથી વિશ્લેષણ કરે, હકીકતોને છાવરે નહીં, પોતાના અભિપ્રાયો સ્પષ્ટતાથી મૂકે પણ આત્યંતિક ઉપાયોનો સામાન્ય રીતે પક્ષ ન કરે અને વિભેદ કે વિદ્વેષ ન જન્મે એની ખાસ ચિંતા કરે. મુનશીની પાટણની પ્રભુતા” તથા “રાજાધિરાજ' એ નવલકથામાંનાં જૈન સાધુઓનાં નિરૂપણોથી જૈન સમાજમાં ખળભળાટ થયેલો તે પ્રસંગોએ મોહનભાઈએ જે ભૂમિકા સ્વીકારેલી તે આ દૃષ્ટિએ જોવા જેવી છે. પાટણની પ્રભુતા' ૧૯૧૬માં