Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ કવિ ફિરદૌસી અને સ્વ.મોહનભાઈ પરમાનંદ કાપડિયા પૂર્વાર્ધ આજથી લગભગ એક હજાર વર્ષ પહેલાં ઈ.સ. ૯૩૪માં ‘શાહનામા'ના રચયિતા કવિ ફિરદૌસીનો જન્મ થયો અને 86 વર્ષની ઉંમરે ઈ.સ. ૧૦૨૦માં તેનું અવસાન થયું. તેની કવિત્વશક્તિએ ગઝનીના સુલતાન મહમદશાહના દરબાર તરફ તેને આકર્ષ્યા અને કેટલાયે વર્ષો સુલતાન મહમદશાહના રાજકવિ તરીકે તેણે ગાળ્યાં. એ અરસામાં કવિ ફિરદૌસીએ શાહનામું રચ્યું અને એ ગ્રંથે કવિ ફિરદોસીના નામને જગવિખ્યાત બનાવ્યું. આવા અણમોલ મહાકાવ્યની કદર તરીકે સુલતાન મહમદશાહે દ0000 સોનામહોર ભેટ આપવાની પોતાની ઈચ્છા જાહેર કરી, પણ તેના વઝીર મેમંડીને બાદશાહની આ ઉડાઉગીરી ખૂંચી, આવી મોટી રકમ આપતાં તેને વાર્યો અને તેની સમજાવટના પરિણામે દ0000 સોનામહોરને બદલે 60000 રૂપાના સિક્કા બાદશાહ તરફથી કવિ ફિરદૌસીને મોકલવામાં આવ્યા. ફિરદૌસીને સુલતાનની આવી કૃપણતા અને વચનભંગ પ્રત્યે નફરત આવી, 0000 રૂપાના સિક્કા પોતે ન રાખતાં આસપાસના લોકોને તે તેણે બેંચી આપ્યા અને આવા બેકદર સુલતાનના દરબારમાં સ્વમાનભંગ થઈને રહેવું યોગ્ય નથી એમ સમજીને 5 વર્ષની ઉંમરે તેણે ગઝનીનો સદાને માટે ત્યાગ કર્યો. કાળાન્તરે આસપાસના સરદારો સાથે યુદ્ધ ખેડતાં ખેડતાં અને દેશ ઉપર દેશ સર કરતાંફરતાં સુલતાન મહમદશાહ કોઈ એક અસાધારણ પરાક્રમી સરદારની અથડામણમાં આવ્યો. “કાં તો શરણે આવો અગર લડાઈ માટે તૈયાર થઈ જાઓ” એવું યુદ્ધકહેણ મોકલવાનો સુલતાન તરફથી હુકમ આપવામાં આવતો હતો. એના અનુસંધાનમાં એક દરબારીએ કે એ હુકમની પુરવણી રૂપે ફિરદૌસી કવિના સુવિખ્યાત શાહનામાની નીચેની કડી સંદેશા રૂપે મોકલવા નમ્ર વિજ્ઞાપના કરી. એ કડી આ મુજબ હતી :