Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ અંજલિ 129 એમણે એ શરતો નોંધી અને મુંબઈ જઈ બનારસ સાથે પત્રવ્યવહાર કર્યો. શરતો લગભગ સ્વીકારાઈ. હવે જૈન અધ્યાપક નિયત કરવાનો પ્રશ્ન હતો. એક ભાઈને ત્યાં મોકલ્યા, પણ ચેરનું તંત્ર ડામાડોળ થઈ ગયું. હું પોતે ગુજરાત વિદ્યાપીઠ છોડી અથવા કહો કે ગુજરાત છોડી બહાર જવા પ્રથમથી જ તૈયાર ન હતો, પણ કટોકટી આવતાં ૧૯૩૩ના જુલાઈમાં હું કાશી ગયો. કાશી જવા માટે હું તૈયાર થયો તેની પાછળ બળ હતું કૉન્ફરન્સનું અને કૉન્ફરન્સ એટલે મારી દૃષ્ટિએ તે વખતે સજીવ કાર્યકર્તા બે મોહનભાઈ : એક દેશાઈ અને બીજા ઝવેરી. એમણે મારા માટે બધી વધારાની સગવડ કરી આપવાનું આપમેળે બીડું ઝડપ્યું. કાશીનું તંત્ર તો તરત ગોઠવાયું, પણ તેનાં દૂરગામી સુપરિણામો જે આવ્યાં છે તેનું યથાવતું મૂલ્યાંકન કરનાર અહીં કોણ છે તે હું નથી જાણતો. આની લાંબી કથાનો અત્યારે સમય નથી, પણ સંક્ષેપમાં નોંધ લેવી અસ્થાને નથી. છેલ્લાં 23 વર્ષમાં કાશીમાં જે અધ્યયન-અધ્યાપન, લેખન, સંશોધન અને પ્રકાશનની પ્રવૃત્તિ થઈ છે તે જૈન ચેરને આભારી છે. એને લીધે ભણનાર તો કેટલાક આવ્યા અને ગયા પણ તેમાંથી કેટલાકની યોગ્યતા અને પદવી ગણનાપાત્ર છે. કેટલાક જૈન દર્શનના આચાર્ય થયા તો કેટલાક સાથેસાથે એમ.એ. અને પીએચ.ડી. પણ. એમાંથી પાંચેક તો પ્રોફેસરના ઉચ્ચ પદ ઉપર પ્રતિષ્ઠિત છે. કાશી જૈન ચેરની ભાવનાએ કેટલાક અસાંપ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્ત્વજ્ઞાન અને સાહિત્યનો ઉત્કર્ષ ઇચ્છનાર પંજાબી ભાઈઓને પ્રેર્યા અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિસર્ચ સોસાયટી સ્થપાઈ. આમ જૈન ચેર અધ્યાપનનું કામ પૂરું પાડે, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થીઓને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સોસાયટી સુનિષ્ણાત વિદ્વાનોના ચિંતન-લેખનને મૂર્ત રૂપ આપે. આ રીતે આ ત્રણેય અંગો એવી રીતે સંકલિત થયાં છે કે તે એકબીજાના પૂરક અને પોષક બની માત્ર જૈન પરંપરાની જ નહીં, પણ ભારતીય-અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સંતોષી રહ્યાં છે. અત્યારે ત્યાંની જે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પૂરનકો અને