Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 138 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા યોગક્ષેમ પૂરતું કમાઈ લેતા. એમની માસિક આવક શરૂઆતમાં પાંચસોથી માંડી છેવટે લગભગ ત્રણ હજાર હતી, જે એમનો અનુભવ અને અભ્યાસ જોતાં સાવ સાધારણ ગણાય. પ્રાચ્ય વિદ્યા મંદિરની ગાયકવાડ્ઝ ઑરિએન્ટલ સિરીઝના ૧૧૮મા પુષ્પ તરીકે (વડોદરા, 1952) પ્રકાશિત “ગુર્જર રાસાવલી'ના સંપાદકો ત્રણ છે : બ.ક.ઠાકોર, મોહનલાલ દેસાઈ અને મધુસૂદન મોદી. ૧૯૫૨માં એ ગ્રન્થ પ્રગટ થયો ત્યારે પહેલા બે સંપાદકો દિવંગત થયા હતા ! વધતી વય સાથે માનસિક કામના ભારે પરિશ્રમને કારણે ૧૯૪પમાં સાઠ વર્ષની વયે મોહનભાઈનું અવસાન થયું. કામનો બોજો માફકસર હોત અને યોગક્ષેમ માટે વકીલાતનો પરિશ્રમ કરવાનો ન હોત તો અવશ્ય તેઓ થોડાં વધુ વર્ષ જીવ્યા હોત. પણ ઉમાશંકર જોશીના તંત્રીપદ નીચેના “બુદ્ધિપ્રકાશ' (ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૪૫)માં એમની અવસાનનોંધ લખવાનું મારે ભાગે આવ્યું હતું. મોહનભાઈનો વિશાળ અભ્યાસખંડ જોઈને મને અને મારા કેટલાક સન્માન્ય વડીલોને પણ લાગ્યું હતું કે “અહીં કોઈ વ્યવસ્થા નથી' (There is no sense of order). મોહનભાઈનાં લખાણોને પણ આ લાગુ પડે. જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧ની પ્રસ્તાવના રૂપે, અઢીસો પાનનો જૂની ગુજરાતનો ઇતિહાસ' મૂકવાની શી જરૂર હતી ? એ આકરગ્રંથના ભાગ ૨માં જૈન આચાર્યોની પટ્ટાવલીઓ વગેરે ઉપયોગી લાગી હોય તોપણ અનાવશ્યક છે. પરંતુ આ બધું છતાં “જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧થી 3 (ત્રીજા ભાગના બે ખંડ) એક અદ્ભુત આકર ગ્રન્થ છે. જેમ રતનજી ફરામજી શેઠનાએ “ગુજરાતી જ્ઞાનચક્ર' અથવા એનસાઈક્લોપીડિયાના નવ ગ્રન્થ એકલે હાથે તૈયાર કર્યા તેમ વકીલાતનો સર્વસમભક્ષી વ્યવસાય કરતાં કરતાં મોહનભાઈએ “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગનાં ચારેક હજાર પાનાં હસ્તપ્રતોને આધારે સંકલિત કર્યા, લખ્યાં અને એનાં મૂફ સુધ્ધાં સુધાર્યા એ આપણા લક્ષ્મીપૂજક જમાનાની એક આશ્ચર્યજનક ઘટના છે. “જૈન ગૂર્જર કવિઓ'નો પહેલો ભાગ ૧૯૨૬માં એટલે એકસઠ વર્ષ પહેલાં અને બીજો ભાગ ૧૯૩૧માં એટલે છપ્પન વર્ષ પહેલાં પ્રગટ થયો.