Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ 137 તે. એમાં મોહનભાઈ ધોતિયું પહેરી, પલાંઠી વાળી, ખોળામાં કાગળ રાખી, નીચે પૂઠું કે પાટિયું રાખી, સતત લખતા હોય કે હસ્તપ્રતની નકલ કરતા હોય. વિશાળ ખંડમાં એકેય ખુરશી કે ઢાળિયું ટેબલ નહીં, ઇસ્કોતરો કે કબાટ પણ નહીં. મુંબઈ જેવા મહાનગરમાં એક એડવોકેટનું ઘર આવું હોય એ એક આશ્ચર્ય ન ગણાય ? જે મુલાકાતી આવે તે પણ તેમની સામે શેતરંજી કે ચટાઈ ઉપર બેસે. એક માત્ર પ્રવેશદ્વાર કે બારીઓ બાદ કરતાં વિશાળ ખંડની ચારેય દીવાલો ફરસબંધીથી ઉપરની છત સુધી પુસ્તકો અને હસ્તપ્રતોથી ખીચોખીચ ભરેલી ! ખબર નથી કે તેઓ પોતાને જોઈતું પુસ્તક કેવી રીતે ખોળી કાઢતા હશે ! વળી વ્યવસાય હતો સર્વસમભક્ષી વકીલનો ! એમના ઉપર્યુક્ત નિવાસમાં પ્રવેશતાં પહેલાં જ કોઈ પણ અસીલ ભડકીને નાસી જાય ! તો યોગક્ષેમનું શું ? ૧૮૮૫માં એમનો જન્મ. ૧૯૧૨માં, 28 વર્ષની તરુણ વયે, એલએલ.બી. થયા બાદ તુરત તેઓ “જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ હેરલ્ડ'ના તંત્રી થયા અને વર્ષો સુધી એ જવાબદારી સંભાળી. “હેરલ્ડ” અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં પ્રગટ થતું. “હેરલ્ડ બંધ થયા પછી અનેકાનેક જૂની ગુજરાતીના અને સંસ્કૃતના જૈન ગ્રન્થોના સંપાદન ઉપરાંત તેમણે “જૈનયુગ' માસિકનું સંપાદન મરણ પર્યત સંભાળ્યું. “હેરલ્ડ' અને “જૈનયુગ'માં પ્રકાશિત, તેમના અને અન્ય વિદ્વાનોના લેખો અપ્રગટ જૈન સાહિત્યની ખાણ જેવા છે. એમના મોટા ભાગના ગ્રન્થો, “જૈન ગૂર્જર કવિઓ'ના ત્રણ ભાગ ઉપરાંત 1080 પાનનો જૈન સાહિત્યનો સંક્ષિપ્ત (!) ઇતિહાસ” આદિ, અમદાવાદ ડાયમંડ જ્યુબિલી પ્રિન્ટિંગ પ્રેસમાં છપાયેલા છે. એ છપાતા ગ્રન્થોના પ્રફના થોકડા તેઓ કૉર્ટમાં પણ લઈ જતા અને વકીલખંડમાં સમય મળે તો અને ત્યારે એ પણ તપાસીને અવકાશની પ્રત્યેક મિનિટનો ઉપયોગ કરી લેતા. પિકેટ ક્રૉસ લેઈન પાસે એમની ઓફિસ હતી. કૉર્ટનો સમય પૂરો થયા બાદ તેઓ ઑફિસે જતા. ગુમાસ્તો, ટાઇપિસ્ટ ત્યાં હાજર હોય અને જે ગરજાઉ અસીલે ત્યાં આવવું હોય તે આવે ! આમ સાંજના બેચાર કલાકમાં મોહનભાઈ 1. આ ભૂલ છે. જૈનયુગ' માસિકનું સંપાદન એમણે પાંચ વર્ષ - ભાદરવા સં.૧૯૮૧થી અષાઢ-શ્રાવણ, સં.૧૯૮૬ સુધી - સંભાળેલું. ,