Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ સ્વ. મોહનલાલ દલીચંદ દેશાઈ 139 ત્રીજા ભાગનો પ્રથમ ગ્રન્થ અને દ્વિતીય ગ્રન્થ બન્નેય ૧૯૪૪માં બહાર પડ્યા છે. એ પછી લગભગ અર્ધી સદી જેટલા લાંબા સમયગાળામાં બીજા અભ્યાસીઓએ આ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે; એ દૃષ્ટિએ આ કિંમતી પ્રન્થોમાંનું કેટલુંક સંશોધન કાલગ્રસ્ત થાય એ સ્વાભાવિક છે. એ ઉપરાંત, મેં ઉપર કહ્યું તેમ, મોહનભાઈનો વિશાળ અભ્યાસખંડ અવ્યવસ્થાના નાદર નમૂના જેવો હતો. આ બન્ને દૃષ્ટિએ આ ગૌરવગ્રન્થ (Magnum opus)નું સંશોધન-સંવર્ધન અતિ આવશ્યક હતું અને તે જયંત કોઠારી જેવા આપણા ચીવટવાળા, ખંતીલા અને તેજસ્વી સંશોધક વિદ્વાનને હાથે થયું છે એ આનંદની વાત છે. [બુદ્ધિપ્રકાશ, જુલાઈ 1987]