Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 116 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા વિનોદપ્રિયતા અને મિલનસારપણું મોહનભાઈને જેમ મિત્રો અને પરિચિતોનો વિનોદ કરવો ગમતો તેમ તેમનો બીજો કોઈ ગમે તે રીતે વિનોદ કરે તે પણ એમને ગમતું. વિનોદ કરવા કે સાંભળવામાં તેમની પ્રકૃતિનું મુખ્ય તત્ત્વ ખડખડ હાસ્ય હતું. એમનો સ્વર જેટલો ઊંચો તેટલું જ તેમનું હાસ્ય મુક્ત. વિનોદી અને આનંદી સ્વભાવનો એક દાખલો અત્રે બસ થશે. બેલગામના પ્રવાસ વખતે મોહનભાઈએ એક સ્થળે પોતાના પ્રિય મિત્ર શેઠ હરગોવિંદદાસ સાથે દોડવાની શરત મારી કે કોણ આગળ જાય છે. એ કાઠિયાવાડી ફેંટો, પ્રૌઢ ઉંમર અને સભળભભળ ધોતિયું છતાં હિંમતથી તેઓ દોડ્યા અને આગળ જવાના ઉત્સાહમાં ખ્યાલ ન રહેવાથી પડી પણ ગયા. કાંઈક વાગ્યું છતાં એટલી જ તાજગીથી પાછા પોતાના પક્ષનો બચાવ કરવા લાગ્યા. એમના સ્વભાવનો એક ખાસ ગુણ મિલનસારપણું હતો. ગમે તેની સાથે એકરસ થઈ જતાં તેમને વાર ન લાગે. વિચારો કે ચર્ચામાં ઘણે પ્રસંગે બીજાથી જુદા પડે ત્યારે ઊંચે અવાજે પોતાનો વિરોધ પ્રગટ કરે. પણ પાછા વિરોધી સાથે મળી જવામાં તેમને કોઈ તત્ત્વ રોકે નહીં. એટલી નિખાલસતા તેમનામાં જોવામાં આવતી. અમે ઘણી વાર કહીએ કે, “મોહનભાઈ ! તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરો છો અને ખૂબ લાંબું લખો છો.” ત્યારે તદ્દન નિખાલસ ભાવે પણ ખડખડાટ હસીને નિશાળના માસ્તરોની પેઠે ચાવીને બોલતા હોય તેમ સામાને ઉડાવતાં તેઓ કહે કે “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી” ઈત્યાદિ. મોહનભાઈને જમવું-જમાડવું ખૂબ ગમતું. તેઓ કહે કે “હું મિત્રો જેટલો સફળ સમારંભ કરી શકતો નથી, પણ મને લોભ નથી.” એ વાત સાચી હતી. તેમની પાચનક્રિયા એટલીબધી સારી હતી કે ગમે તેવું ગરિષ્ઠ ભોજન તેમને પચી જતું. જમ્યા પછી પણ કાંઈક સારું આવે તો ના ન પાડે. અને જુદે જુદે ખાસ નિમિત્તે ગમે તેટલી વાર પ્રસાદ લેવાનો પ્રસંગ આવે તો તેનો ઈન્કાર ન કરે. હું ઘણી વાર પરિહાસમાં કહેતો કે, “મોહનભાઈ ! તમે પાચનાન્તરાય કર્મનો ક્ષયોપશમ ઉપાર્જિત કર્યો છે ત્યારે તેઓ