Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 126 - વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા આરામ માટે કરવાનો તો વિચાર જ શાનો આવે ? ત્યારે તો ઊલટું બમણા ઉત્સાહથી બમણું કામ કરે અને એમાં એમને કદી પણ થાક કે કંટાળો આવે જ નહીં અને એ કામમાં કંઈક પણ ઉત્તમ કૃતિ મળી આવે તો જોઈ લો આનંદ. અહીં આવો એક પ્રસંગ મને યાદ આવે છે. હું અને આચાર્ય જિનવિજયજી અમદાવાદમાં રહેતા હતા ત્યારે એક વાર શ્રી મોહનભાઈ જ્ઞાનભંડારો શોધવા માટે અમદાવાદ આવેલા. એક દિવસ તેઓ ડેલાના ઉપાશ્રયનો ભંડાર જોવા ગયા. બપોરના ગયેલા તે રાતના અગિયાર સુધી પાછા ન આવ્યા. અમે માન્યું કે હવે તેઓ પાછા નહીં આવે અને શહેરમાં જ ક્યાંક સૂઈ રહેશે. અમે તો બધા સૂઈ ગયા. ત્યાં તો લગભગ અડધી રાતે શ્રી મોહનભાઈએ બારણાં ખખડાવ્યાં અને અમને જગાડ્યા. અમે જોયું કે આટલા પરિશ્રમ પછી પણ એમનામાં થાક કે કંટાળાનું નામ નહોતું. ઊલટું આજે તો એ એવા ખુશ હતા કે ન પૂછો વાત ! ખિલખિલાટ હસીને એ કહે, ““પંડિતજી, આજે તો તમને પ્રિયમાં પ્રિય એક કૃતિ મળ્યાના સમાચાર આપું તો મને શું જમાડશો ? શું ઈનામ આપશો ? કહો તો ખરા કે આપને અતિપ્રિય એવી કઈ કૃતિ મળી હશે ?" મેં કહ્યું, “મોહનભાઈ, એતા ઈનામમાં તમને તમારા જ નામનું મિષ્ટાન્ન જમાડીશું !" તે દિવસે મોહનથાળ બનાવ્યો હતો. પછી હું આ કૃતિ શું હોઈ શકે એના વિચારમાં પડ્યો. ચાર-પાંચ મિનિટ વિચાર કરીને પછી મેં પણ સટોડિયાની જેમ તુક્કો લગાવ્યો અને કહ્યું કે “એ કૃતિ તે મહોપાધ્યાય શ્રી યશોવિજયજીનું જીવન જેમાં થોડુંઘણું પણ સંગ્રહાયેલું છે તે સુજસવેલી ભાસ' હોવી જોઈએ.” આ કૃતિનો થોડોક ભાગ પાટણમાંથી મળેલો. બાકીનો ભાગ મેળવવા અમે ખૂબ ઉત્સુક હતા અને મોહનભાઈએ એ જ કૃતિ શોધી કાઢી હતી. અમારા આનંદનો પાર ન રહ્યો. આવા તો બીજા પ્રસંગો પણ આપી શકાય, પણ અહીં એને માટે એટલો વખત નથી. લૉયમન, વેબર, યાકોબી આદિ જર્મન વિદ્વાનોએ જૈન પરંપરા ને તેના સાહિત્યને લગતો ઇતિહાસ લખવાની પહેલ કરી. ફ્રેંચ અને અંગ્રેજી ભાષામાં પણ જૈન પરંપરાને લગતા અધ્યયનનો પ્રારંભ થયો, પણ ભારતીય