Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 114 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા પાસે જતાં તેમને ઉંમર, જાતિ કે પંથનું અંતર નડતું નહીં. વિદ્વાનોનો સત્કાર કરવામાં ગૌરવ લેતા મેં તેમને જોયા છે. એમનો વિદ્યાયોગ અર્થાપેક્ષી નહોતો. તેમણે પોતાની સાધારણ કમાણીનો પણ ઠીકઠીક ભાગ સાહિત્યકૃતિઓ સરજવામાં અને સાહિત્યવૃત્તિ સંતોષવામાં ખર્યો છે અને જ્યાં બદલો મળે તેમ હતું ત્યાં પણ તેમણે બદલો લીધા વિના કેવળ સાહિત્યસેવાની દૃષ્ટિએ જ કામ કર્યું છે. એટલું જ નહીં પણ હું એવા પ્રસંગો જાણું છું કે જેમાં તેમણે વિદ્યા અને સાહિત્યને ઉત્તેજન આપવા આર્થિક મદદ પણ કરેલી. એક વાર પરદેશ અભ્યાસ અર્થે જતા એક મિત્રને તેમણે સંગીન મદદ આપેલી. બીજો પ્રસંગ પં.દરબારીલાલ સત્યભક્તનો છે. મોહનભાઈ દરબારીલાલનાં લખાણો અને વિચારો પ્રત્યે બહુ આદર ધરાવતા. એક વાર તેમને માલૂમ પડ્યું કે દરબારીલાલને સાહિત્ય પ્રગટ કરવામાં આર્થિક મુશ્કેલી નડે છે ત્યારે તેમણે વગર માગ્યે જ મદદ મોકલાવી દીધી. અત્રે એ ધ્યાનમાં રાખવા જેવું છે કે મોહનભાઈના શ્રદ્ધાપાત્ર વિદ્વાનો અને લેખકો તદ્દન સુધારક અને ક્રાંતિકારી વિચાર ધરાવનાર હતા, તેથી એ નિઃશંક છે કે મોહનભાઈનો વિદ્યાયોગ સમજપૂર્વકનો અને નિષ્કામ હતો. સામાજિકતા અને રાષ્ટ્રીયતા. મોહનભાઈ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના મુખપત્ર “જૈન [શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ'ના લાંબા વખત લગી તંત્રી રહેલા. કૉન્ફરન્સની એવી કોઈ પ્રવૃત્તિ નથી કે જેમાં તેમણે છેવટ લગી સાથ આપ્યો ન હોય. કૉન્ફરન્સનું વાર્ષિક અધિવેશન જ્યાં જ્યાં થાય ત્યાંત્યાં સર્વત્ર તેમની હાજરી હોય જ. આ ઉપરાંત શ્વેતાંબર સમાજને લગતી કે સમગ્ર જૈન સમાજને લગતી કોઈ પણ બાબત હોય તો તેમાં મોહનભાઈ ભાગ લીધા વિના ન રહે. દેખીતી રીતે તેઓ સામાજિક વ્યક્તિ દેખાય, છતાં તેમના મન ઉપર રાષ્ટ્રીયતાની ઊંડી છાપ હતી. મેં સને ૧૯૧૯ની કડકડતી ટાઢમાં મારવાડના એક સ્ટેશનથી પંજાબ-અમૃતસર જતાં તેમને પૂછ્યું કે ““કૉંગ્રેસમાં તમને રસ પડે છે ?" તેમણે કહ્યું, “અવશ્ય. જો કોંગ્રેસના ધ્યેયમાં રસ ન હોત તો આટલી ટાઢમાં