Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ કેટલાંક સંસ્મરણો સિદ્ગત સાહિત્યોપાસક શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈ) પંડિત સુખલાલજી પ્રબુદ્ધ જૈન'ના ૧૫-૧૨-૪પના અંકમાં શ્રીયુત મોહનલાલ દલીચંદ દેશઈના દુઃખદ અવસાનની નોંધ લેતો અને હાર્દિક સમવેદના દર્શવતો એક લેખ પ્રસિદ્ધ થયો છે. હું તો માત્ર મોહનભાઈ વિશેનાં મારાં કેટલાંક સ્મરણો જે તેમના સ્વભાવની વિવિધ બાજુઓનાં અને તેમની કર્મઠતાનાં નિર્દેશક છે તેને પ્રથિત કરી તેમના પરલોકગત આત્માને શ્રદ્ધાંજલિ રૂપે અર્પિત કરું છું. પ્રથમ પરિચય સને ૧૯૧૭ના ચોમાસામાં મુંબઈના વાલકેશ્વરના ઉપાશ્રયમાં હું તેમને પહેલવહેલો મળ્યો. મોહનભાઈ પોતાના શ્રદ્ધેય મિત્ર વાડીલાલ મોતીલાલ શાહ અને શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથે ત્યાં મુનિશ્રી જિનવિજયજી પાસે આવેલા. આ પ્રાથમિક સ્વલ્પ પરિચયથી હું તેમના પ્રત્યે આકર્ષાયો અને એ આકર્ષણ ઉત્તરોત્તર વધારે પરિચયથી અને તેમના કાર્યનિરીક્ષણથી વધતું જ ગયું. વિવેજ્યુક્ત ગુણપક્ષપાત તેમનામાં સૌથી મોટો ગુણ ગુણપક્ષપાતનો હતો. જ્યાં જ્યાં ગુણ નજરે પડે ત્યાં આકર્ષાવું એ એમનો સહજ સ્વભાવ હતો. આમ છતાં પણ આ ગુણપક્ષપાત વિવેકયુક્ત રહેતો. પોતાના વિશિષ્ટ પક્ષપાતના પાત્રમાં સમયાન્તરે અસાધારણ ટિઓ માલૂમ પડે તો પણ તેની ભક્તિ-ઉપાસના ચાલુ રાખવી એ તેમના માટે કદી શક્ય નહોતું. તેમનામાં કોઈ વિશે કદી આંધળી ભક્તિ નહોતી. દાખલા તરીકે મોહનભાઈ સદ્દગત વા. મો. શાહનાં આકર્ષક લખાણો અને ઉત્તેજક વિચારોથી, તેમની પોતાની ભાષા વાપરીને કહું તો, શાહના અનન્ય ભક્ત થયેલા; પણ વખત જતાં તેઓ તેમના પ્રત્યે તટસ્થ થઈ ગયા.