Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ કેટલાંક સંસ્મરણો 109 તેથી ઊલટું શ્રીયુત નાથુરામ પ્રેમીજી સાથેની તેમની મૈત્રી છેવટની ઘડી લગી કાયમ રહી હતી, એટલું જ નહીં પણ ઉત્તરોત્તર વધતી પણ ગઈ હતી. મોહનભાઈ હમેશાં કહેતા કે પ્રેમીજી જેટલા સરળ છે તેટલા જ અસાંપ્રદાયિક ઐતિહાસિક દૃષ્ટિવાળા પણ છે. પ્રેમીજીની નિખાલસ વૃત્તિ અને સાહિત્યિક તેમજ ઐતિહાસિક ઉપાસનાએ જ મોહનભાઈને આકર્ષેલા. મુનિશ્રી જિનવિજયજી પૂનામાં જ્યારે સાહિત્યનું અને ઐતિહાસિક સંશોધનનું કામ કરતા ને સાધુવેશમાં હતા ત્યારે મોહનભાઈ તેમના કામથી આકર્ષાઈ ત્યાં જતા અને તેમની પાસેથી ઘણું નવું જાણી પ્રેરણા મેળવતા. સને ૧૯૨૦માં મુનિશ્રીએ સાધુવેશનો પરિત્યાગ કર્યો ત્યારે કેટલાયે તેમના પ્રથમ પરિચિત મિત્રો ચમક્યા અને કાંઈક ઉદાસીન જેવા પણ થઈ ગયા. છતાં મોહનભાઈનો મુનિજી પ્રત્યેનો સદ્ભાવ અને સ્નેહ ઘટવાને બદલે ઉત્તરોત્તર વધતો જ ગયો. જેમજેમ તેઓ મુનિજીના સ્વભાવ અને સાહિત્યિક, ઐતિહાસિક કાર્યોથી વધારે ને વધારે પરિચિત થતા ગયા તેમતેમ તેમનું મુનિજી પ્રત્યેનું આકર્ષણ વધતું જ ગયું. તે એટલે સુધી કે તેઓ અમદાવાદ આવે તો મુનિજીના જ અતિથિ બને, અને મુંબઈમાં મુનિજી આવી ચડે કે ગમે ત્યાંથી મોહનભાઈ તેમને મળવા પહોંચી જ જાય. મોહનભાઈએ અનેક વાર કહેલું કે “મુનિજી, તમે જ્યારે ક્યાંય પણ પ્રવાસ કરો ત્યારે મને જરૂર સૂચવશો. કૉર્ટની રજા હશે તો હું તેનો ઉપયોગ તમારી સાથે દિવસો ગાળવામાં જ કરીશ. એથી મને મારાં પ્રિય કાર્યોમાં ઉપયોગી થાય એવી ઘણી વસ્તુઓ જાણવા મળશે. અને હું એકલો તો પ્રવાસ કરી પણ ન શકું.” એ જ વૃત્તિથી પ્રેરાઈ સને ૧૯૨૪માં બેલગામ કોંગ્રેસ વખતે મોહનભાઈ પ્રવાસમાં સાથે જોડાયા અને વચ્ચે જ્યાંજ્યાં ઐતિહાસિક સ્થળો જોવા ઊતરવાનું બનતું ત્યાં સાથે જ રહેતા. ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સાહસિક પ્રવૃત્તિ, સિંધી સિરીઝની પ્રવૃત્તિ અને છેલ્લે છેલ્લે ભારતીય વિદ્યાભવનની વિવિધ વિદ્યાપ્રવૃત્તિથી મોહનભાઈ કેટલો ઉલ્લાસ અનુભવતા અને કેટલો રસ લેતા તેનો હું સાક્ષી છું. મોહનભાઈએ ઉલ્લાસ અને રસના પ્રતીક રૂપે ભારતી વિદ્યાભવન સિંઘી સિરીઝમાં એક ઐતિહાસિક મહત્ત્વનો ગ્રંથ માનુન્દ્રાનિવરિત સંપાદિત કરી આપ્યો છે, અને તેની વિસ્તૃત માહિતીપૂર્ણ અંગ્રેજી પ્રસ્તાવના લખી તેમણે પોતાનું