Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિશ્વભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા પ૩ વડત વરસોથી ચલાવે છે તે આ જ મુદ્દાસર ચલાવે છે. એક બાજુ જ્યારે આપણા લોકનાયકો ન્યાયખાતું અને કારોબારી ખાતું જુદું પાડવા સખત હિલચાલ કરે છે ત્યારે આપણી કૉન્ફરન્સ જેવી સંસ્થા આ લડતને ટેકો આપવાને બદલે લડતના મુખ્ય મુદ્દા તરફ બેદરકારી બતાવે છે એ અફસોસભરેલું જ ગણી શકાય. સ્ટેન્ડિંગ કમિટીએ રા.રા.મકનજી બૅરિસ્ટરની જગાએ રા.રા.મોહનલાલ દલીચંદ દેશાઈની નિમણૂક કરી એક ગંભીર ભૂલ કરી છે, કારણકે રા.રા.દેશાઈ કૉન્ફરન્સના વાજિંત્રરૂપ મનાતા હેરલ્ડ' માસિકના તંત્રી છે. કૉન્ફરન્સનાં ઘણાં ખાતાંઓ છે, અને તેમાંનું એક ખાતું “હેરલ્ડ' છે. આ ખાતા પર દેખરેખ રાખવાની, “હેરલ્ડ'ની રાજનીતિ કૉન્ફરન્સના આશયો અને ઠરાવથી વેગળી ન જાય તે જોવાની કૉન્ફરન્સના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીની ઘણી ફરજોમાંથી મુખ્ય ફરજ છે. જો હેરલ્ડ'ના તંત્રી મને કોન્ફરન્સના આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીના બે ઓધ્ધાનું કાર્ય એક જ માણસ કરે તો “હેરલ્ડની રાજનીતિ પર અંકુશ રાખવાનું કાર્ય પહેલાં કરતાં ઘણું જ મુશ્કેલ બને અને બન્યું છે... જો આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરીનો મોધ્ધો રા.રા.મોહનલાલને આપવો હતો તો “હેરલ્ડ'ના તંત્રી તરીકે તેઓને રાજીનામું આપવાની ફરજ પાડવી જ જોઈતી હતી.” (પૃ.પાર-પ૩). દલીલ તો ઘણી તાર્કિક છે, પણ એ બિનવિવાદાસ્પદ નથી. ખાસ કરીને રાજ્યતંત્રની બે સ્વતંત્રકલ્પ ઘટકોની પદ્ધતિ જાહેર સેવા સંસ્થામાં હોવી જોઈએ કે કેમ એ મતભેદનો વિષય બને. જાહેર સેવાસંસ્થાઓમાં આવી પદ્ધતિનો આગ્રહ આજેયે જોવા મળતો નથી. ઓનરરી હોદેદાર માટે તો નહીં જ. સ્ટેન્ડિંગ કમિટીના સભાસદ કારોબારી હોદો ધરાવતો હોય તો એના પર સ્ટેન્ડિંગ કમિટી અંકુશ ન જ રાખી શકે એમ માનવા માટે કશું કારણ જણાતું નથી. અગત્યની વાત તો એ છે કે મોહનભાઈની નિમણૂક થઈ છે તો કૉન્ફરન્સના બંધારણ અનુસાર જ - માત્ર “જૈન રિન્યૂ' વિશેષ નિયમો સૂચવે છે. મોહનભાઈની નિમણૂક થઈ માટે જ આવી દલીલ કરવામાં આવી હતી કે કેમ એ તો આપણે જાણતા નથી - કદાચ આવી દલીલ કરવાનો આ પહેલો જ પ્રસંગે ઉપસ્થિત થયો હોય - પરંતુ “જૈન રિન્યૂએ આગળ વધીને એવું પણ કહ્યું છે કે આ બંધારણીય જોગવાઈની ઉપર