Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 72 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા સાહિત્યસેવાની લગની એમના મનમાં ઊગી રહી હતી એનો એ સંકેત છે. એ પુસ્તિકામાં જૈન સાહિત્ય પરત્વે કરવાનાં કાર્યોનું એમણે દિગ્દર્શન કરાવ્યું છે એમાંથી ઘણાં એમણે જ પછીથી કરવામાં આવ્યાં : “જૈન ગૂર્જર કવિઓ'માં જૈન સાહિત્યની મહાભારત સૂચિ એમણે આપી, “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” એ વિગતસભર સર્વગ્રાહી ઈતિહાસ એમણે રચ્યો, સિદ્ધિચન્દ્રઉપાધ્યાયરચિત “ભાનુચન્દ્રગણિચરિત' જેવી સંસ્કૃત અને અનેક મધ્યકાલીન ગુજરાતી જૈન કૃતિઓનાં સંપાદનો કર્યા, અનેક જૈન કવિઓના પરિચયો-અભ્યાસો રજૂ કર્યા અને જૈન ધર્મ-તત્ત્વજ્ઞાનના વિષયમાં પણ કામ કર્યું. ૧૯૦૮માં લખેલી પુસ્તિકા જાણે 1944 સુધી ચાલેલી એમની અવિરત સાહિત્યસાધનાનું પ્રાસ્તાવિક બની રહી. મોહનભાઈનું સાહિત્યસર્જન વિપુલ છે. પણ એ ચોક્કસ પ્રકારનું, નિજી મુદ્રાવાળું છે. એમાંથી એમની કઈ જાતની સાહિત્યિક પ્રતિભા ઊપસે છે એ હવે જોઈએ. સંકલન અને સ્વકીય મુદ્રા પંડિત સુખલાલજી જેવા સ્નેહીઓ મોહનભાઈને ઘણી વાર કહેતા, “મોહનભાઈ, તમે બહુ મોટાં પોથાં પ્રગટ કરો છો અને ખૂબ લાંબું લખો છો.” ત્યારે મોહનભાઈ ખડખડાટ હસીને નિખાલસતાપૂર્વક કહેતા, “તમારા જેવા કાંઈ અમે મૌલિક લેખક નથી.” હા, મોહનભાઈ કેટલે અંશે મૌલિક લેખક છે, એમની મૌલિકતા શામાં રહેલી છે એવો પ્રશ્ન જરૂર થઈ શકે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જેવો આકરગ્રંથ સંકલનનો આશ્રય લે - હેમચંદ્રાચાર્ય કે યશોવિજયજીના મૂલ્યાંકનમાં અધિકારી વિદ્વાનોનાં લાંબાંલાંબાં ઉદ્ધરણોથી ચલાવે - તો એ સમજી શકાય; સંપાદક બધું સાહિત્ય વાંચી પોતાનાં જ મૂલ્યાંકનો આપે એવી અપેક્ષા ન રાખી શકાય. પરંતુ જૈન સંપ્રદાય અંગેની સામાન્ય ચર્ચા (જે ઇતિહાસનાં છેવટનાં પ્રકરણોમાં સમાયેલી છે) અને વ્યાપક રસના અન્ય વિષયોની ચર્ચા (જે “નિવેદન”માં સમાયેલી છે) બીજાઓના ટેકે ચાલે, એમાં પણ લાંબાં અવતરણો અપાય ત્યારે લેખકની મૌલિકતા વિશે સંશય થાય. મને વહેમ છે કે ઉદ્ધત તરીકે મુકાયેલા નથી તેવા ભાગોમાં પણ કેટલુંક