Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા અને રાજકીય પક્ષાભૂમિકાની કદી ઉપેક્ષા કરી નથી. આ ચર્ચાઓ ક્યારેક લાંબી થઈ છે છતાં સામાન્ય જનને પણ એ આસ્વાદ્ય બનશે. આ ચર્ચાઓ જૈન સંપ્રદાયને, ખાસ કરીને ગુજરાતમાં, જે સામાજિક અને રાજકીય ઊથલપાથલોમાંથી પસાર થવું પડ્યું છે એનું સારું ચિત્ર આપે છે... આધુનિક જૈન ધર્મ પર આપનાં છેલ્લાં પ્રકરણો સર્વે જૈનોએ અભ્યાસી જવા યોગ્ય છે. કોક મુદ્દા પર વૈયક્તિક મતભેદ હોય પણ જે પ્રામાણિકતા, નિખાલસતા અને સરલતાથી તમે વિષયને ચર્યો છે તેનો હું આદર કરું છું.” મેઘાણીની દૃષ્ટિએ કેટલુંક ઇતિહાસદર્શન, અન્ય કેટલીક ચર્ચાઓ, શિલ્પાદિક વિશેનું વિવરણ ઇત્યાદિ વાતો સાહિત્ય સાથે સંબંધ ધરાવતી નથી. પરંતુ જૈનોના સાંપ્રદાયિક ઇતિહાસનો આપણે ત્યાં સર્વથા અભાવ હોઈ, જૈન ધર્મ ને જૈન પ્રજા સંબંધે બહઘા અજ્ઞાન વર્તતું હોઈ કર્તાએ મોકળી કલમે આખા પ્રદેશમાં બૂમાબૂમ કરી છે એ એકંદરે ઠીક થયું છે.” વસ્તુતઃ બળવંતરાય ઠાકોરે ગ્રંથમાંની સામગ્રીના 9095 ટકા વિશે પોતે અજાણ હોવાનું સ્વીકારેલું અને આ ગ્રંથનું એક પ્રકરણ “જૈનયુગ'માં છપાયેલું તેમાંયે વિજયરાય વૈદ્યને વસ્તુપાળ વિશેની પોતે નહીં જાણેલી ઐતિહાસિક હકીકત જાણવા મળેલી. એમણે તો આ પ્રકરણ પરત્વે પણ એવો ઉદ્દગાર કર્યો કે શો જીવનપર્યત કર્યા જ કરેલો સાહિત્યસંચય !" પંડિત સુખલાલજીના અભિપ્રાય અનુસાર “ભારતીય ભાષાઓમાં આધુનિક દૃષ્ટિએ અને સંશોધક વિદ્વાનોને ઉપયોગી થાય એ પ્રકારના સાહિત્યના ઇતિહાસનો અતિ અલ્પ પણ મહત્ત્વનો પાયો શ્રી મોહનભાઈએ નાખ્યો. એ પછી એ દિશામાં નવીન પ્રયત્નો શ્વેતાંબર અને દિગંબર પરંપરામાં શરૂ થયા, પણ તેમાંયે, સુખલાલજીની દૃષ્ટિએ, મોહનભાઈના ઇતિહાસગ્રંથનું સ્થાન છે જ. વસ્તુતઃ કૃષ્ણલાલ ઝવેરીનું એ વચન સાચું પડ્યું છે કે “ભવિષ્યના લાંબા સમય સુધી આ ગ્રંથ એની સામાસિકતા અને વિસ્તીર્ણતાને કારણે અજોડ રહેશે.” કેશવલાલ કામદાર આ ગ્રંથની વિશાળ ઉપયોગિતાનો નિર્દેશ કરતાં કહે છે કે આ ગ્રંથ “માત્ર જૈન સાહિત્ય માટે જ નહીં, માત્ર ગૂર્જર સાહિત્ય માટે જ નહીં, પણ હિંદના મધ્યયુગના સાહિત્ય માટે પણ પ્રમાણભૂત