Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 102 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા પ્રગટ થયેલ. “ગુજરાતના જૈન સંપ્રદાયોનો ઇતિહાસ' લખવાની ભાવના મોહનભાઈએ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ'ના નિવેદનમાં વ્યક્ત કરેલી છે, પણ એ ભાવના પરિપૂર્ણ થયેલી નથી. કાવ્યો ' સામયિકોમાં મોહનભાઈનાં કાવ્યો પ્રગટ થયેલાં છે. કેટલાંક કાવ્યો “વીરભક્તિ' એ એમના ઉપનામથી પ્રગટ થયેલાં છે ને કેટલાંક અનામી કાવ્યો પણ એમનાં હોવાની શક્યતા છે. કોઈ કાવ્ય સંયુક્ત રીતે લખાયેલું પણ મળે છે તથા અનુવાદરૂપ કાવ્ય પણ છે. આ કાવ્યો પ્રાસંગિક છે, ભક્તિનાં છે, બોધાત્મક છે, સામાજિક વિષયોનાં (‘વિધવા બહેનને આશ્વાસન) ને રાષ્ટ્રીય ભાવનાનાં પણ છે. ક્યાંક અંગત લાગણી પણ વ્યક્ત થઈ છે (‘હૃદયની વાતો કોણ જાણે', “સ્નેહીનાં સંભારણાં'). ખાસ સ્ત્રીઓ માટેનાં કાવ્યો પણ મોહનભાઈએ રચેલાં છે. આ કાવ્યો એ સમયે લોકપ્રિય થયાં હશે એમ જણાય છે. મોહનભાઈનું ટીકાકાર જૈન રિવ્યુ પણ એવું નોંધે છે કે “તેઓનું ભેજું સુંદર કવિતા રચી શકે છે. ખાસ કરીને ગરબીઓ સ્ત્રીવર્ગમાં એકસરખી રીતે માન પામી છે.” (મે-જૂન 1918) રણજિતરામ વાવાભાઈને પણ મોહનભાઈનાં કાવ્યો રસપ્રદ લાગેલાં અને એનો સંગ્રહ કરવાનું એમણે સૂચન કરેલું (હેરલ્ડ, સપ્ટે.-નવે. 1917). પરંતુ કાવ્યકલાની દૃષ્ટિએ આ રચનાઓ આજે ભાગ્યે જ લક્ષ ખેંચી શકે. એમાં ક્વચિત “બગડેલું ઘડિયાળ' જેવી અન્યોક્તિ રચના મળે છે, મોહનભાઈના ભાવનાશીલ હૃદયનો સ્પર્શ અનુભવાય છે ને રાગ-ઢાળના નિર્દેશપૂર્વક ગેયતા સિદ્ધ કરવામાં આવી છે એ એનો ગુણ પક્ષ છે. 1. ત્રિભુવન વીરજી હેમાણી ગુજરાતી તખલ્લુસોમાં મોહનભાઈનું એક અન્ય ઉપનામ “એક ગ્રેજ્યુએટ' હોવાનું નોંધે છે, પરંતુ આ ઉપનામથી જે એકબે લેખો જોવા મળ્યા તે મોહનભાઈ ગ્રેજ્યુએટ થયા પહેલાંના છે, તો “કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટોના અનુવાદક એક ગ્રેજ્યુએટ અમદાવાદના છે. આ ઉપનામથી મોહનભાઈનું કોઈ લખાણ પ્રાપ્ત થતું નથી.