Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ સદ્દગત મોહનલાલ દલીચંદ દેશાઈ પરમાનંદ કાપડિયા શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈના અકાળ સ્વર્ગગમનથી જૈન સમાજને તેમજ ગુજરાતી સાહિત્યને બહુ જલ્દીથી ન પુરાય એવા એક કાર્યકર્તાની અને સાહિત્યસેવકની ખોટ પડી છે. તેઓ મારાથી લગભગ એક વર્ષ મોટા હતા. તેથી તેઓ મારા મુરબ્બી ગણાય. એમ છતાં પણ અમારો સંબંધ લગભગ બે મિત્રો જેવો હતો અને સમાન ક્ષેત્રમાં સાથે કામ કરવાના એટલાબધા પ્રસંગો અમને પ્રાપ્ત થયા હતા કે તેમના અવસાનથી એક સાથી કાર્યકર્તા ગુમાવ્યો હોય એવો મર્મસ્પર્શી અનુભવ મને થાય છે અને મારા દિલમાં ઊંડી શોકની લાગણીઓ ઉદ્દભવે છે. તેમનો જન્મ કે ઉછેર કોઈ સુખશયામાં થયો નહોતો. ગરીબ કુટુંબમાં તેઓ જન્મ્યા અને અનેક અગવડો વચ્ચે તેમણે વિદ્યાર્થીજીવન પૂરું કર્યું હતું. કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ મુંબઈની ગોકળદાસ તેજપાળ બૉર્ડિંગમાં રહેતા હતા. બી.એ. થયા, એલએલ.બી. થયા અને મુંબઈની સ્મૉલ કૉઝ કૉર્ટમાં તેમણે વકીલાત શરૂ કરી. તેમની પાસે કોઈ સાધનસંપત્તિ નહોતી; પોતાનો માર્ગ તેમણે પોતે જ કરવાનો હતો; વકીલાત દ્વારા દ્રવ્યોપાર્જન કરવું અને પોતાના કુટુંબનો જીવનનિર્વાહ કરવો એ ઉપાધિથી તેઓ કદી મુક્ત થયા નહોતા. શ્રીમંતાઈ તેમણે જીવનમાં જોઈ નહોતી. ભોગવિલાસ તેમના નસીબમાં નહોતા. તેમજ તે તરફ તેમનું લેશમાત્ર વલણ પણ નહોતું. વકીલાતના પ્રારંભ સાથે તેઓ જૈન સમાજને લગતા જાહેરજીવનમાં પણ પડેલા અને સાથે સાથે સાહિત્યપ્રીતિ પણ તેમને મૂળથી વરેલી. વકીલાત અને સાહિત્યઉપાસના એ બે જ તેમના જીવનના મુખ્ય વ્યવસાયો હતા અને સાથેસાથે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કૉન્ફરન્સ, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના તેમજ બીજી અનેક જૈન સંસ્થાઓના એક અગ્રગણ્ય કાર્યકર્તા હતા. વિશાળ જાહેરજીવનમાં તેમજ કોંગ્રેસમાં પણ તેમને ખૂબ જ રસ હતો. જૈનોની કોઈ