Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 8 વિરલ વિદ્ધભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા જોડ્યા વગર મોહનભાઈ રહી શક્યા નથી. ઉપરાંત, ગ્રંથમાં જિનમૂર્તિઓ, જિનમંદિરો, અન્ય સ્થાપત્યો, ઐતિહાસિક વ્યક્તિઓ, પ્રાચીન પ્રતોમાંનાં રંગીન ચિત્રો, પ્રતોમાંના હસ્તાક્ષરો, લેખો વગેરેની મળીને પ૯ છબીઓ મૂકી છે અને તેનો સવિસ્તર પરિચય 2 પાનાંમાં આપ્યો છે. પોતાના નિવેદનમાં પણ ભંડારો, પ્રદર્શનો, વિહારો-આશ્રમો, કેળવણી, ભાષા, જાતિભેદ આદિ અનેક વિષયો પર ચર્ચા કરવાની તક એમણે લીધી છે. આમ, અનેક રીતે મોહનભાઈએ પોતાના ગ્રંથને સમૃદ્ધ કર્યો છે. મોહનભાઈના સાહિત્યરસ, ઇતિહાસરસ, ધર્મરસ અને ગુણાનુરાગ આ સંગ્રહગ્રંથમાં વ્યક્ત થયા વિના રહ્યા નથી. દરેક પ્રકરણને આરંભે મુકાયેલાં એક કે વધુ ઉદ્ધરણો જુઓ એટલે એ ઉદ્ધરણો આપનારના વ્યક્તિત્વનો ઉષ્માભર્યો સ્પર્શ થયા વિના રહેશે નહીં. ગ્રંથસામગ્રીમાં પણ મોહનભાઈએ કલમને મોકળી વહેવા દઈ ચરિત્રનાયક કે ઐતિહાસિક પ્રસંગનો યોગ્ય મહિમા સ્થાપિત કર્યો છે. કર્તા-કૃતિની કોરી નોંધોના ખડકલા વચ્ચે આ બધું પડેલું છે તેથી પહેલી નજરે આ ગ્રંથના વાચકનું ધ્યાન એ ન ખેંચે એવો સંભવ છે, પણ વૈર્યથી આ ગ્રંથમાંથી પસાર થનારને એક સંગ્રહસ્થાનમાંથી મળે તેના કરતાં ઘણું વધારે મળશે એમાં શંકા નથી. મોહનભાઈના આ ગ્રંથમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને ગુજરાતી ભાષાના સાહિત્યની નોંધ છે. હિંદી કૃતિઓ જૂજ હોવાથી એની નોંધ પણ આવવા દીધી છે. ગુજરાતી કાવ્યસાહિત્ય પરત્વે મોહનભાઈને “જૈન ગૂર્જર કવિઓ'નો હવાલો આપી કેવલ કવિનામયાદીથી સંતોષ માનવો પડ્યો છે. એ. એન. ઉપાધેએ આ ગ્રંથની વિશિષ્ટતાઓની સુંદર નોંધ લીધી છે : ““આ ગ્રંથ લગભગ પચીસસો વરસના સમયગાળાના જૈન સાહિત્યનું - ખાસ કરીને શ્વેતામ્બર સંપ્રદાયના સાહિત્યનું સર્વેક્ષણ આપવાનો એક અભૂતપૂર્વ પ્રયત્ન છે... અહીંતહીં રસપ્રદ કથાનકો સાથે, સગવડભર્યા ફકરાઓમાં વિભાજિત કરીને તમે જે સુસંગતિભર્યું વૃત્તાંત આપ્યું છે તેની હું ઊંડી કદર કરું છું. તમે તમારી કૃતિથી સાબિત કરી આપ્યું છે તેમ સાહિત્યનો ઈતિહાસ એ પુસ્તકસૂચિ કરતાં કંઈક વિશેષ છે; અને પગલે પગલે - તમે જુદાજુદા ગ્રંથકારો વિશે ચર્ચા કરી છે કે તેમાં સર્વ ઉપલબ્ધ સામાજિક