Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 9 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા નિબંધને અદ્યતન કરવાની આવશ્યકતા દર્શાવે છે, પોતે એ હજુ સુધી નથી કરી શક્યા માટે દિલગીર વ્યક્ત કરે છે અને હવે એ કામ માટે અવકાશ . મેળવશે એમ જણાવે છે. પણ આ પછીયે “જૈન ગૂર્જર કવિઓ'ની ભગીરથ કામગીરી ચાલુ જ રહી તેથી મોહનભાઈની ઈચ્છા પૂરી થઈ જણાતી નથી. સદ્ભાગ્યે આ નિબંધની હસ્તપ્રત મોહનભાઈના સુપુત્ર જયસુખભાઈને મળી આવી છે. એમાં બૌદ્ધ ધર્મ વિશેનો ભાગ 102 પાનામાં છે ને જૈન ધર્મ વિશેનો ભાગ 238 પાનામાં છે. કેટલાંક ચિત્રો પણ આમેજ થયાં છે. બન્ને ધર્મના સર્વ સિદ્ધાંતોને આવરી લેવાનો એમાં પ્રયત્ન છે, કેટલીક આવશ્યક ઐતિહાસિક ભૂમિ છે અને આજની દૃષ્ટિએ પણ બન્ને ધર્મોની કેટલીક ચર્ચા છે. બન્ને વિભાગો માટે ઉપયોગમાં લીધેલા ગ્રંથોની યાદી મોહનભાઈએ ઉઠાવેલા અપાર શ્રમની આપણને પ્રતીતિ કરાવે છે. જૈનધર્મ વિભાગનાં થોડાંક પ્રકરણો “હેરલ્ડમાં છપાયેલાં મળે છે. અનુક્રમણિકામાં દર્શાવેલું “જૈન ધાર્મિક સાહિત્ય' એ પ્રકરણ મળેલી સામગ્રીમાં ગેરહાજર છે, પણ એનો ઉપયોગ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં થઈ ગયો હોવાની સંભાવના જણાય છે. “સામાયિક સૂત્ર” અને “જિનદેવદર્શન” એ મોહનભાઈના સાંપ્રદાયિક વિધિવિચારના લોકભોગ્ય અને લોકોપયોગી ગ્રંથો છે. બન્ને ગ્રંથોમાં પ્રસિદ્ધ વક્તા મુનિશ્રી ચારિત્રવિજયજી તરફથી મોહનભાઈને સામગ્રી અને સહાય મળ્યાં હતાં. “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય સાહિત્યસંરક્ષણ અને પ્રકાશનની અગત્ય બતાવતો, એની કાર્યદિશાઓ ચીંધતો નાનકડો પ્રાથમિક લેખ છે. પ્રકીર્ણ ગ્રંથો અંગ્રેજીમાં લખાયેલ “શ્રીમદ્દ યશોવિજયજી' એક નાનકડો ચરિત્રગ્રંથ છે. મૂળ આ જૈન ટુડન્ટ્સ બ્રધરહૂડ સમક્ષ ૧૯૧૦માં વાંચેલો નિબંધ છે ને તે ૧૯૧૨માં “હેરલ્ડ'માં છપાયેલ છે. એમાં યશોવિજયનું જીવનચરિત્ર, એમની સાહિત્યકતિઓનો પરિચય, એમની પ્રતિભાનું મૂલ્યાંકન તથા એમના જૈન-જૈનેતર સમકાલીનો વિશેની માહિતીનો સમાવેશ થયો છે. આ પુસ્તકની કેટલીક માહિતી આજે કાલગ્રસ્ત થઈ ગણાય. મોહનભાઈએ પોતે પછીથી