Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 99 - લેખ બિનસાંપ્રદાયિક જીવનવિચારનો એક નમૂનો બની રહે છે. ઐતિહાસિક લેખો મુખ્યત્વે જૈન સાધનો પર આધારિત છે પણ એમાંની ઇતિહાસદૃષ્ટિ તો વિશાળ છે. એટલે જ “ઈડરનો ઈતિહાસ' જેવો લેખ આપણને સાંપડે છે. ખેડા, ઝીંઝુવાડા વગેરેના પોતાના જ્ઞાનપ્રવાસોને આલેખતા મોહનભાઈ ત્યાંના શિલાલેખોનો અભ્યાસ રજૂ કરવા સાથે સ્થાનિક ઈતિહાસ-ભૂગોળની અન્ય માહિતી પણ મેળવીને મૂકે જ છે. “કાયસ્થ જાતિનો ટૂંક ઇતિહાસ” જેવો લેખ પણ મોહનભાઈને નામે ચડેલો છે એ એમની વિશાળ ઈતિહાસદૃષ્ટિ બતાવે છે. મોહનભાઈના ચરિત્રાત્મક લેખો પણ એમની ઈતિહાસદૃષ્ટિની નીપજ સમા છે. એ લેખો પ્રાચીન-અર્વાચીન સાધુવર તથા જૈન શ્રેષ્ઠીઓ વિશેના છે. એ લેખો કેટલીક વાર સંશોધનાત્મક હોય છે, તો કેટલીક વાર મહાવીર સ્વામી વિશેના લેખમાં બન્યું છે તેમ પોતાની સાથે વિશાળ ઇતિહાસને ખેંચી લાવે છે. સમયસુંદર, ઋષભદાસ વગેરે વિશેના લેખો તે-તે સાધુકવિના વિશાળ સાહિત્યસર્જનનો પરિચય કરાવતા હોઈ માત્ર ચરિત્રાત્મક લેખ બની ન રહેતાં સાહિત્યિક અભ્યાસલેખ બની રહે છે. આ ઉપરાંત પ્રાચીન કૃતિઓ વિશેના ઘણા લેખો છે, એમાં સંસ્કૃત, અપભ્રંશ ભાષાની કૃતિઓનો પણ સમાવેશ છે તથા “શુકસતતિ' જેવી જૈનેતર પરંપરામાં મળતી કથાકૃતિ તથા વરપરાજય' જેવા વૈદકગ્રંથનો પણ સમાવેશ છે એ હકીકત નોંધપાત્ર છે. મોહનભાઈના સાહિત્યિક લેખો સમીક્ષાત્મક હોતા નથી - મોહનભાઈની એ પ્રતિભા નથી - વધારે તો એ માહિતીની કક્ષાએ રહે છે પણ કૃતિઓના આસ્વાદ્ય અંશો કેટલીક વાર એ તારવી આપે છે કે ચીંધે છે એમાં એમની રસદૃષ્ટિનાં ઈગિતો આપણને મળે છે, તો મધ્યકાલીન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ નથી એ મુનશીના મતને પડકારતો “પ્રાચીન જૈન સાહિત્યમાં જીવનનો ઉલ્લાસ” જેવો લેખ મોહનભાઈની સાહિત્યિક અવલોકનની સૂઝનો આપણને પરિચય કરાવે છે. પોતે ચલાવેલાં સામયિકોમાં “સ્વીકાર અને સમાલોચના'ના વિભાગમાં અનેક પ્રકાશનોનાં ટૂંકા-લાંબાં અવલોકનો મોહનભાઈએ લખેલાં છે તે