Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 92 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ૧૯૫૮માં પ્રસિદ્ધ થયું. દરમ્યાન ૧૯૪૫માં મોહનભાઈનું અને ૧૯પરમાં બલવંતરાયનું અવસાન થઈ ગયું હતું. કવિવર નયસુંદરકત ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાળા' મુનિશ્રી બાલવિજયજીની પ્રેરણાથી તૈયાર થયેલ છે. સમાવિષ્ટ બન્ને કૃતિઓની હસ્તપ્રત એમને બાલવિજયજી પાસેથી મળેલી પણ નયસુંદરકૃત “ગિરનાર તીર્થોદ્ધાર રાસ'નું સંપાદન બીજી જૂની પ્રતો મેળવીને થઈ શક્યું છે, જ્યારે ન્યાયવિજયકૃત ગિરનાર તીર્થમાળા'ની બીજી કોઈ પ્રત મળી નથી. “ગિરનાર તીર્થોદ્ધાર રાસ'ના સંપાદનને રાસસાર, શબ્દાર્થ અને ધાર્મિક, ઐતિહાસિક વગેરે પ્રકારની પૂરક માહિતીથી સમૃદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ બીજી કૃતિ સરળ હોઈ એમાં શબ્દાર્થ આપવાની જરૂર જોઈ નથી. વાચન તૈયાર કરવામાં “સંભારઈ'નું “સંભારે' જેવા ફેરફાર કરેલા છે તે કૃતિઓના સાંપ્રદાયિક ઉપયોગને લક્ષમાં રાખીને થયું હશે એમ લાગે પુસ્તકનું પ્રકાશનવર્ષ, સં.૧૯૭૬ છે પણ ગિરનાર તીર્થમાળાને આરંભે મુકાયેલી સંપાદકીય નોંધને અંતે સં.૧૯૭૮નું વર્ષ છે તેથી એવો * વહેમ જાય છે કે બીજી કૃતિ પાછળથી જોડવામાં આવી છે, જોકે પૃષ્ઠક સળંગ જ ચાલે છે. ઉપાધ્યાય યશોવિજયજીના જીવન માટેનો એકમાત્ર પ્રાચીન આધાર કાન્તિવિજયકૃત “સુજસવેલી ભાસ' છે. મહત્ત્વની માહિતી સમાવતી ચાર ઢાળની આ કૃતિનું સંપાદન ત્રણ પ્રત - જેમાંની એક તો ત્રુટક હતી - ને આધારે મોહનભાઈએ કર્યું છે. સાથે કૃતિનો ગદ્યાનુવાદ આપ્યો છે, કૃતિમાંની ઐતિહાસિક માહિતીની પૂર્તિ, સ્પષ્ટતા કે ચર્ચા કરતાં ટિપ્પણો જોડ્યાં છે ને પ્રસ્તાવનામાં યશોવિજયજીનો આલોચનાત્મક જીવનપરિચય આપ્યો છે. નાનકડું પણ ઘણું મહત્ત્વપૂર્ણ આ સંપાદન છે. | ગુજરાતી તથા અંગ્રેજી બન્ને ભાષામાં અલગઅલગ પ્રસિદ્ધ થયેલ વિનયવિજયકૃત “નયકર્ણિકા' (સંસ્કૃત)માં કૃતિની વાચના હસ્તપ્રતોને આધારે સંપાદિત કરીને આપી છે કે પ્રચલિત વાચનાને સ્વીકારી લીધી છે એની કોઈ માહિતી નથી. આ બન્ને પ્રકાશનોનો હેતુ જૈન ન્યાયના આ પ્રારંભિક