Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 90 વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા અને એને સંબંધિત અનેક બાબતોનો કેવો સઘન અભ્યાસ અહીં રજૂ કર્યો છે એ એમની 75 પાનાંની પ્રસ્તાવનાના મુદ્દાઓની અને જોડેલાં પરિશિષ્ટોની નોંઘમાત્ર લેવાથી આવી જશે : 1. અકબરના દરબારમાં જૈન મુનિઓ; 2. જહાંગીરના દરબારમાં જૈન મુનિઓ; 3. કૃતિનો સાર; 4. એના વિષયને લગતી અન્યત્રથી મળતી માહિતી; 5. ભાનુચન્દ્રની શિષ્ય પરંપરાનો પરિચય; 5. ભાનુચન્દ્રની કૃતિઓનો ટૂંક પરિચય; 7. સિદ્ધિચન્દ્રની કૃતિઓનો ટૂંક પરિચય; 8. ભાનુચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે (સૂર્યસહસ્ત્રનામ સ્તોત્ર આખું આપ્યું છે); 9. સિદ્ધિચન્દ્રકૃત કૃતિઓની પ્રશસ્તિ વગેરે (સિદ્ધિચંદ્રનાં કેટલાંક સુભાષિતો “સૂક્તિરત્નાકર”માં મળે છે તો એ આખા ગ્રંથનાં સુભાષિતોની વિષયવાર યાદી, કર્તાનામ સાથે, આપી છે); 10. અકબર અને જહાંગીરનાં શાહી ફરમાનોનો અંગ્રેજી અનુવાદ. મોહનભાઈની શાસ્ત્રબુદ્ધિ ક્યાં સુધી પહોંચે છે એનો ખ્યાલ એમણે પ્રસ્તાવનામાં સમાયેલાં નામાદિની અને કૃતિ તથા પરિશિષ્ટમાં સમાયેલાં નામાદિની અલગ સૂચિઓ આપી છે તે પરથી આવશે. મોહનભાઈનું બીજું મહત્ત્વનું સંપાદન “જૈન ઐતિહાસિક રાસમાળા ભા.૧' છે. એમાં “શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ' ઉપરાંતની 11 રાસકૃતિઓ તે જૈન મુનિઓ વિશેની છે. આગળ બધા રાસનાયક અને રાસકાર વિશે ઐતિહાસિક પીઠિકા સાથે સંશોધનપૂર્વક માહિતી આપવામાં આવી છે. શાંતિદાસ શેઠની વંશપરંપરાનો ઈતિહાસ કેટલાક ગ્રંથો ને સરકારી દસ્તાવેજોને આધારે અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના નામથી આપવામાં આવ્યો છે તેમાં અન્યો સાથે મોહનલાલ દલીચંદ દેશાઈની મદદનો ઉલ્લેખ છે, પણ મોહનભાઈનું ઇતિહાસજ્ઞાન જોતાં એમની મદદ સવિશેષ હોય એવો સંભવ જણાય છે. કદાચ લખાણ પણ એમણે જ કર્યું હોય. મોહનભાઈએ બધા રાસમાં વિષયવાર મથાળાં કરી એના વાચનને સુગમ બનાવ્યું છે અને અઘરા શબ્દોનો કોશ પણ આપ્યો છે. આ કૃતિઓનું મોહનભાઈ પોતે જ કેવું તટસ્થ, સ્વસ્થ અને સાચું મૂલ્યાંકન કરે છે એ જોવા જેવું છે. સંગૃહીત બધા રાસો, એ કહે છે કે, “કાવ્યસાહિત્યમાં પ્રવેશ તેમ નથી પરંતુ તેમાંના કેટલાકમાં જે વર્ણન, દેશના આદિ ભાગો છે તે