Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 80 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા (સ્વામી વિવેકાનંદના પત્રો, નિવેદન). ગાંધીજી “વસુધૈવ કુટુંબકમ્' એવી દશાને પામેલા વિશ્વપ્રેમી મહાત્મા છે. જગતના ભાગ્યવિધાતા - જગતના મહાન પુરુષ છે. ભારતના અપ્રતિમ દિવ્ય પુત્ર છે કે જેણે હિન્દના અસંખ્ય જનો પર પોતાની પ્રભાભરી અજબ છાપ પાડી છે. ભારતવર્ષના તેઓ મિત્ર, માર્ગદર્શક અને દ્રષ્ટા (friend, guide and philosopher) છે. તેમની ચૈતન્યશક્તિ સૂતેલામાં જાગૃતિ આણે છે, તેમનામાં પ્રેરણાનું પરમ સામર્થ્ય છે, તેમનો નિષ્કામ ત્યાગ કીર્તિને ઇચ્છતો નથી, કોઈ ભોગેચ્છા સેવતો નથી.” (પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું, પૃ.૧૫૭). મહાત્માજી એક વ્યક્તિમાત્ર છે એમ નહીં, પણ તે એક મોટી સંસ્થા (institution) છે, જગતને અનેક સંદેશા પાઠવે છે, ભારતને અનેક પાઠો શીખવી સ્ટાર કરે છે, નિર્ભય કરે છે, દેશ માટે - ધર્મ માટે પ્રાણ આપનાર એવા અનેક વીરોને ઉત્પન્ન કરે છે, વિચારો સર્જે છે અને તે અષ્ટાકારે, મુત્સદ્દીપણું બતાવ્યા વગર - દ્વિઅર્થીપણાને સ્થાન આપ્યા વિના બોલે છે, લખે છે.” (એજન, પૃ.૧૫૮). | શબ્દોના અને વાક્યોના ઉપચય દ્વારા મોહનભાઈએ પોતાના કથનને પ્રભાવાત્મક બનાવ્યું છે તે દેખાઈ આવે છે. મોહનભાઈની ભાષા ક્વચિત ચિત્રાત્મક બને છે, રૂપકાદિનો આશ્રય પણ લે છે. વેપારીઓને સમાજના પેટ તરીકે તેઓ વર્ણવે છે, તે આનું ઉદાહરણ છે. (જુઓ આ પૂર્વે પૂ.૪૨) પોતાના લેખોને માટે મોહનભાઈ અરૂઢ પ્રકારનાં, સચોટ અસર નિપજાવતાં શીર્ષકો યોજે છે. થોડાં શીર્ષકો જુઓ : “તીર્થનો સવાલ તે આખી સમાજનો સવાલ છે’, ‘પડદો કાઢી નાખો”, “કાગડાઓને શું શાંતિથી રહેવાનો હક્ક નથી ?', “હવે શું ?", “આપણે કેવા દેખાવું જોઈએ ?', “ઐક્ય ક્યારે કરીશું? હમણાં જ', “શું સાધુસંઘ ઉત્થાપવા યોગ્ય છે? નહીં જ', સંઘ એટલે શું? શ્રાવકવર્ગ વગેરે. વિચાર રજૂ કરવા માટે મોહનભાઈ કોઈ વાર સંવાદના માધ્યમનો ઉપયોગ કરે છે એ બતાવે છે કે એમણે લોકગમ્યતાને વિસારે પાડી નથી.