Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 78 વિરલ વિદભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા આકરગ્રંથોમાં કેટલીક બાબતમાં વ્યવસ્થા તૂટી હોય તો તેનું કારણ સામગ્રીની પ્રચુરતા છે, સાવ એકલે હાથે આ કામો કરવાનાં થયાં છે તે છે અને જૈન ગૂર્જર કવિઓ'નું કામ તો વર્ષો સુધી ખેંચાયું તે છે. મોહનભાઈનો એ પ્રકૃતિદોષ નથી. “સમ્યકત્વના સડસઠ બોલની સઝાય' કે “જૈન કાવ્યપ્રવેશ” જેવાં આરંભકાળનાં બાલબોધાત્મક પુસ્તકોમાંયે વિષયાનુરૂપ ખંડો, વિષયશીર્ષક, સમજૂતી સાથેનો અનુવાદ, વિશેષ અર્થ, ફૂટનોટમાં પૂર્તિ કે ચર્ચા - કેવી સુગમ, સ્વચ્છ, સહાયકારક થાય એવી અનેક સ્તરની વ્યવસ્થા મોહનભાઈએ નિપજાવી છે ! વિવેકાનંદના પત્રોનો મોહનભાઈએ અનુવાદ કર્યો ત્યારે મૂળ અંગ્રેજી પુસ્તકમાં તો પત્રો જે ક્રમમાં પ્રાપ્ત થયેલા એ ક્રમમાં મુકાયા હતા; મોહનભાઈ સમયના ક્રમમાં - તારીખના ક્રમમાં અને સમય ન હોય ત્યાં સંબંધ જોઈ એ પત્રોને ગોઠવે છે - વિવેકાનંદના માનસિક જીવનને સમજવામાં મદદ મળે એ હેતુથી. આમ અવ્યવસ્થા નહીં, વ્યવસ્થા જ મોહનભાઈનો સ્વભાવ છે. જ્યાં વ્યવસ્થા ન હોય ત્યાં એ વ્યવસ્થા નિપજાવે છે અને અનેક નવી વ્યવસ્થાઓ કહ્યું છે. અખંડ જાગરૂકતા જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” અને “જૈન ગૂર્જર કવિઓની મર્યાદા દર્શાવતાં મધુસૂદન મોદી કહે છે કે એ ગ્રંથો સંકલ્પના અને આકૃતિની બાબતમાં પૂરતા વૈજ્ઞાનિક અને ચોકસાઈભરેલા નથી. મોદીએ કશી વીગતો આપીને પોતાનો અભિપ્રાય સમર્થિત કર્યો નથી તેથી એ એક અભિપ્રાય જ રહે છે. બાકી આ પ્રકારના આકરગ્રન્થો આથી વધારે વૈજ્ઞાનિક રીતે ને ચોકસાઈથી વિચારાયેલા અને આકારબદ્ધ થયેલા ગુજરાતી સાહિત્યમાં તો કોઈ નજરે ચડતા નથી. અન્યત્ર આનાથી સારા નમૂના હોય અને મોદીના લક્ષમાં એ હોય તો જુદી વાત છે. આ બન્ને આકરગ્રન્થોની કેટલીક ખામીઓ જરૂર જોઈ શકાય પણ એમાંની સામગ્રીની પ્રચુરતા ને મોહનભાઈની એકલા હાથની કામગીરી જોતાં એ નગણ્ય જે લેખાય ને મોહનભાઈએ જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ માટે એમને અભિનંદ્યા વિના ન ચાલે. મોહનભાઈ “જૈન ગૂર્જર કવિઓમાં આગળ આવી ગયેલી સામગ્રીની શુદ્ધિવૃદ્ધિ પાછળ સતત