Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્યંતિભા અને મનુષ્ય પ્રતિભા 69 સાંકળતી સંસ્થા હોઈ એના મુખપત્રમાં દેશભરના જૈન સમાજની પ્રવૃત્તિઓના સમાચાર આવવા જોઈએ તે આવતા નથી. મોહનભાઈનો આનો ખુલાસો એ છે કે ઘણાં સ્થાનોના અહેવાલો મળતા નથી, તો ઘણે સ્થાને સ્થિતિ અસંતોષકારક છે તેથી મૌન રાખવું કર્તવ્ય થઈ પડે છે. બીજો આક્ષેપ એ છે કે બહુ સ્વતંત્ર અને સર્વદશી થવાનું બને છે. મોહનભાઈનો ખુલાસો એ છે કે સ્વતંત્ર અને સર્વદેશી બનવામાં કૉન્ફરન્સના હિતની દૃષ્ટિ રહેલી છે. મોહનભાઈનું ઉદારમતવાદી વલણ આમાં જોઈ શકાય છે. ત્રીજો આક્ષેપ એ છે કે કદાચિત રાજકીય વિષય આવે છે. મોહનભાઈનો ખુલાસો એ છે કે કૉન્ફરન્સની હિતષ્ટિને કારણે રાજકીય વિષય ચર્ચો નથી. (મહત્ત્વની રાજકીય ઘટનાઓની નોંધ લેવાનું અને રાષ્ટ્રીય આંદોલનનો પુરસ્કાર કરવાનું મોહનભાઈનું વલણ હતું પણ આને રાજકીય વિષયની ચર્ચાના લેખો ન ગણાય. પછીથી “જૈનયુગમાં રાષ્ટ્રીય હિલચાલને બાધ ન આવે એવી રીતે રાજદ્વારી ચર્ચાના લેખો સ્વીકારવાનું નક્કી થયેલું પણ એવા. લેખો એમાં ખાસ દેખાતા નથી.) - ચોથો આક્ષેપ એ છે કે જૈન શૈલી પ્રમાણે લેખો લખાવા જોઈએ તે બન્યું નથી. મોહનભાઈનો ખુલાસો એ છે કે મેં મારા ધર્મજ્ઞાન પ્રમાણે કર્યું છે. મોહનભાઈના પત્રોમાં પરંપરાગત નિરૂપણશૈલી કરતાં વર્તમાન સમયને અનુરૂપ નવીન નિરૂપણશૈલીને વધારે અવકાશ રહેતો એની સામેની આ ફરિયાદ હતી. એ સ્પષ્ટ છે કે મોહનભાઈની તંત્રી નીતિની ટીકા કરવામાં સાંપ્રદાયિક અને રૂઢિચુસ્ત દૃષ્ટિ જ કામ કરી રહી છે. આપણને મોહનભાઈની તંત્રી નીતિના જે ગુણવિશેષો લાગે છે તે એ દૃષ્ટિને દોષ રૂપે ભાસે છે. આવી ટીકાઓ છતાં મોહનભાઈએ “હેરલ્ડ છોડ્યા પછી ફરી પાછું “જૈનયુગ'નું સંપાદન એમને જ સોંપવામાં આવ્યું એમાં એમની તંત્રી નીતિનો વિજય છે અને કૉન્ફરન્સનીયે ઉદાર પ્રગતિશીલ દૃષ્ટિ એમાં વ્યક્ત થાય છે, જેને અભિનંદા વિના આપણાથી રહી ન શકાય. મોહનભાઈ પ્રાચીન સાહિત્ય અને ઇતિહાસમાં ભારે રસ લેનારા હતા.