Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા 67 આવશ્યક્તા જણાવી છે. અને તે કેવી રીતે થવું જોઈએ તે બાબતમાં કેટલીક કિંમતી સૂચનાઓ આપી છે તથા એ કાર્ય ઉપાડવા ઈચ્છતા ગૃહસ્થને બિનજરૂરી ખળભળાટથી બચાવવા માટે એક વ્યવહારકુશળ સલાહ આપી છે. શ્રીમદ્ વિજયાનંદસૂરિના જીવનસંબંધી એક હિંદી લેખ આ અંકમાં નજરે પડે છે. આ લેખમાંના કેટલાક શબ્દો વાંચી અમને ઘણો ખેદ થયો. ‘હેરલ્ડ' જેવા પત્રમાં આવા લેખકોને - પછી તે ગમે તેવા લોકપ્રિય પુરુષ હોય તોપણ - જગા ન અપાય એમ હરકોઈ વિશાળ હૃદયવાળો જૈન આશા રાખી શકે. એકંદરે “હેરલ્ડ'નો આ ખાસ અંક આટલો ઉત્તમ કાઢવા માટે તેના માનદ સંપાદક મહાશયને ધન્યવાદ ઘટે છે. આવો દળદાર અંક તૈયાર કરવામાં કેટલા વખત અને બુદ્ધિબળનો વ્યય કરવો પડે છે તે માત્ર એ કામના અનુભવીઓ જ સમજી શકે. વળી મુંબઈની જાળી જિંદગી અને વકીલાતનો ધંધો એ બન્ને એવી બાબતો છે કે ઓનરરી કામ પાછળ આટલા વખતનો ભોગ આપવો ઘણો મોંઘો થઈ પડે અને આમ કરવું ઘણા થોડાથી જ બની શકે. અફસોસની વાત છે કે જ્યારે આવા સહૃદય સંપાદક મળ્યા છે ત્યારે જૈન વિદ્વાનો અવારનવાર લેખો મોકલવા રૂપે અને જૈન સમાજ તેના ગ્રાહક થઈ આર્થિક સ્થિતિ સુધારવા રૂપે પોતાનો ધર્મ બજાવવામાં પાછળ પડે છે.” “હેરલ્ડના મહાવીર-અંકના લેખો પાછળના મોહનભાઈના શ્રમ તથા એમની સુંદર શૈલીની રણજિતરામે પ્રશંસા કરેલી અને એ અંકના નિવેદનમાં જૈનોના દોષો તરફ ધ્યાન ખેંચવાની હિંમત બતાવવા માટે મણિલાલ બકોરભાઈ વ્યાસે અભિનંદન આપેલાં. “જૈનયુગ'ના ભાદરવા-કાર્તિક ૧૯૮૫-૮૬નો. અંક જોઈને વિજયરાય વૈદ્ય અભિપ્રાય આપેલો કે એમાં “વિદ્વત્તા ભરચક ભરી છે.” આ બધા અભિપ્રાયોથી મોહનભાઈએ ચલાવેલાં માસિક પત્રોનું સ્વરૂપ અને એમના સંપાદકત્વની લાક્ષણિકતાઓ એટલી સુંદર રીતે પ્રગટ થઈ જાય છે કે એ વિશે કશું વિશેષ લખવાની જરૂર રહેતી નથી. પણ માસિકો ચલાવવામાં મોહનભાઈનાં સૂઝ, શ્રમ અને જાગૃતિ કેટલાં બધાં હતાં તે દર્શાવતી કેટલીક હકીકતો તો નોંધીએ જ. “હેરલ્ડ” ને “જૈનયુગના ઘણા અંકો વિશેષાંકો હતા અને મોહનભાઈએ એનું ઘણું વ્યવસ્થિત પૂર્વઆયોજન