Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ C 2 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા જાન્યુ.-ફેબ્રુ.૧૯૧૩) અહીં નોંધવું જોઈએ કે મોહનભાઈએ “હેરલ્ડ'નું તંત્રીપદ મકનજી જૂઠાભાઈ મહેતા, બાર-ઍટ-લૉના આગ્રહથી સ્વીકારેલું. આ મોહનભાઈનો કેવળ પ્રીતિપરિશ્રમ હતો. પોતે તો કંઈ પારિશ્રમિક લીધું નથી તે ઉપરાંત, “હેરલ્ડ' પર એક ક્લાર્ક કે પ્રૂફરીડરનોયે બોજો એમણે પડવા દીધો નથી. બધો શ્રમ જાતે જ કર્યો છે. પત્રકારત્વની ઉચ્ચ ભાવના મોહનભાઈમાં પત્રકારત્વની ઉચ્ચ ભાવના હતી : “મારામાં સદાય શુદ્ધ નિષ્ઠા, સત્ય જ્ઞાન અને પવિત્ર અંતઃકરણ રહ્યાં કરે એવું શાસનનાયક પ્રત્યે પ્રાર્થ છું, કારણકે એ ત્રણ સદ્ગણો વગરના પત્રકારો તે સમાજના ભયંકર દુશ્મનો છે.” (જનયુગ, ભાદરવો 1981) એમની સત્યનિષ્ઠા એવી પારદર્શક હતી કે એમને પોતાની ભૂલ કબૂલ કરતાં સંકોચ થયો નથી, બલકે પત્રકાર તરીકેનું પોતાનું એ કર્તવ્ય હોવાનું એમને જણાયું છે. સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના સંમેલન વિશે લખતાં એણે કેળવણી, હાનિકારક રિવાજો દૂર કરવા વગેરે સંબંધી ચુપકીદી સેવી હતી તેની મોહનભાઈએ ટીકા કરી હતી, પરંતુ પછીથી કૉન્ફરન્સ તરફથી આ અંગે થયેલા ઠરાવો એમને મળ્યા એટલે પોતાની ટીકા પાછી ખેંચી એ ઠરાવોની સુયોગ્ય રીતે એમણે નોંધ લીધી. (જેનયુગ, ફાગણ 1983). મોહનભાઈનો પત્રકાર-ધર્મ તો એટલે સુધી પહોંચે છે કે પત્રકાર લોકોનું માત્ર ટીકાટિપ્પણ કરીને બેસી ન રહે પરંતુ લોકોને પોતે જે કહ્યું હોય તે, પ્રસંગ આવ્ય, પોતે આચરી બતાવે. વાડીલાલ મોતીલાલ શાહ પોતાને મળેલી રકમ સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહને આપી દે છે ત્યારે મોહનભાઈ એમને અભિનંદન આપે છે અને લખે છે કે “ધનવાનોની ટીકા કરનાર કિંઈ પણ પ્રાપ્તિ થાય ત્યારે પોતાની જ ટીકા પોતાને શિરે ધરી તેનો અમલ કરે એ જોઈ અમો પત્રકારને આનંદ થાય છે.” (હરલ, જૂન 1917) તંત્રીના તથા લેખકના અધિકારનું સહઅસ્તિત્વ તંત્રીના અધિકાર પરત્વે મોહનભાઈ પૂરા સ્પષ્ટ છે. એ અધિકાર લેખકોના અધિકારની સામે પ્રવર્તતો નથી પણ સાથે રહીને પ્રવર્તે છે: “કોઈ પણ લેખકના વિચારને - મતને કે અભિપ્રાયને મારવામચડવા કે ખૂન