Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 56 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા ઘનશ્યામ'ના નામથી પ્રગટ થયેલી. મોહનભાઈ એમાં આનંદસૂરિ જતિના નિરૂપણમાં રહેલા ઐતિહાસિકતાના દોષો બતાવે છે, લેખકને જૈન પરંપરા વિશે જ્ઞાન નથી એમ સ્પષ્ટપણે કહે છે, પોતાના સમર્થનમાં ઈન્દુલાલ યાજ્ઞિક વગેરે જૈનેતર તટસ્થ વિચારકોનાં મંતવ્યો ટાંકે છે અને અંતે જૈન વિદ્વાનો અને સંસ્થાઓએ આ અંગે ચર્ચા જગાવવી જોઈએ એમ કહે છે. (હરલ્ડ, જૂન 1916) મોહનભાઈ ચર્ચા જગાવવી જોઈએ એટલું જ કહે છે ને કશા વિશેષ આંદોલનની જિકર કરતા નથી એ ખાસ નોંધપાત્ર છે. કેટલાક જૈનોએ મુનશીને અદાલતમાં ઘસડી જવાનો ઇરાદો સેવેલો ને મુનશી એથી ગભરાયેલા પણ ખરા. પણ એવું કંઈ થયું નહીં. મોહનભાઈ તો એવું સૂચન કરતા જ નથી. મુનશીનાં નિરૂપણો સામેનો વિરોધ | મુનશીપ્રકરણ ઉગ્ર બને છે ૧૯૨૭માં. ૧૯૨૨માં પ્રગટ થયેલ “રાજાધિરાજ'માં હેમચંદ્રાચાર્યનું જે રીતે નિરૂપણ થયેલું તેની સામે જૈનોનો ઘણો અસંતોષ હતો. ૧૯૨૭માં મુનશી જ્યારે યુનિવર્સિટી ગ્રેજ્યુએટોના પ્રતિનિધિ તરીકે ધારાસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા ત્યારે જૈનોને એમને ભિડાવવાની તક મળી ગઈ. મુનશી જો જૈનોની માફી ન માગે તો ગ્રેજ્યુએટોએ એમને ધારાસભાની ચૂંટણીમાં મત ન આપવો જોઈએ એવો એક વિચાર વહેતો થયો. જૈનોની પ્રોટેસ્ટ સભામાં એવો ઠરાવ પણ થયો. પણ મોતીચંદ કાપડિયા જેવા અગ્રણીએ મુનશીના નિરૂપણ સાથે પોતે અસંમત હોવા છતાં આ પ્રકારના “ઝનૂન'ને અને રાજકારી બાબતને ધાર્મિક પ્રશ્ન સાથે સાંકળવાની બાબતને અયોગ્ય ગણી. જૈન અગ્રણીઓનો મતભેદ, આ રીતે જાહેર થયો અને મુનશી નિર્વિને ધારાસભામાં ચૂંટાઈ ગયા. મોહનભાઈ આ પ્રસંગે “પાટણની પ્રભુતા” અને “રાજાધિરાજ'માંનાં મુનશીનાં અલનો વીગતે બતાવે છે, મુનશીએ જૈનોની લાગણી સંતોષવાનું ટાળ્યા કર્યું છે એની વિગતો આપે છે અને “ગુજરાતી' પત્રનો અભિપ્રાય ઉદ્ધત કરે છે કે " “સ્વપ્નદ્રષ્ટા'માં હઝરત પાક પેગંબર સાહેબના સંબંધમાં ઈસ્લામીઓને આશ્ચર્યચકિત ત્વરાથી સંતોષવાનું યોગ્ય વિચાર્યું છે. પરંતુ જૈનોનો પણ એવો વાંધો હોવા છતાં તેમને ઘટતો સંતોષ આપવામાં અસાધારણ વિલંબ લગાડ્યો છે, તેથી કુદરતી