Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 58 વિરલ વિભ્રતિભા અને મનુષ્યપ્રતિભા માહિતી મોહનભાઈ જાહેરમાં મૂકે છે તે પરથી તેમનો અભિપ્રાય જણાઈ આવે છે કે આ પ્રશ્ન પરત્વે લોકમત ઊભો કરવામાં અને યોગ્ય સત્તામંડળો સમક્ષ રજૂઆત કરવામાં કશું અનુચિત નથી, બલકે એ આવશ્યક છે. આ ઠરાવમાં મુનશીને મત ન આપવાની તો કોઈ વાત જ નથી. મોહનભાઈને ઈષ્ટ આ માર્ગ બૌદ્ધિક સમાજને શોભે એવો એક તંદુરસ્ત માર્ગ નથી એમ કોણ કહેશે? અને આ માર્ગનું સૂચન પણ મુનશીએ આ પ્રશ્ન પરત્વે ગંભીરતાથી લક્ષ નહોતું આપ્યું તેથી જ થયું હતું એ ભૂલવું ન જોઈએ. શત્રુંજયવેરાના પ્રશ્ને યાત્રાત્યાગની હિમાયત પાલીતાણાના દરબારે ૧૯૨માં શત્રુંજય પર યાત્રાવેરો નાખવાનું નક્કી કર્યું ત્યારે એની સામે જૈનોએ આંદોલન ઉપાડ્યું. આ આંદોલન યાત્રાત્યાગ સુધી પહોંચ્યું હતું અને મોહનભાઈ એ યાત્રાત્યાગના અનુમોદક - પ્રોત્સાહક હતા, એમને તો એમાં ગાંધીજીએ ઊભા કરેલા વાતાવરણનો પ્રભાવ જણાયો હતો. શત્રુંજયના પ્રશ્ન પરત્વે આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી જે કાર્યવાહી કરવામાં આવતી હતી તે ઘણાંને ઢીલી લાગતી હતી અને પેઢી તથા કૉન્ફરન્સ વચ્ચે કેટલુંક અંતર ઊભું થયું હતું. વાયસરોયની મધ્યસ્થીથી થયેલું અંતિમ સમાધાન પણ પૂરતું સંતોષકારક નહોતું. આ બધા પ્રસંગોએ મોહનભાઈ બધી હકીકતોને તટસ્થતાથી જોઈ, કશા પૂર્વગ્રહ વિના, અનાકુલ ભાવે પોતાના મંતવ્યો રજૂ કરે છે અને જૈન સમાજની એકતાને હાનિ થાય એવું કશું પસંદ કરતા નથી. શત્રુંજય તીર્થના પ્રશ્નને કારણે પેઢીએ કૉન્ફરન્સનું અધિવેશન ભરવા સામે વિરોધ કરેલો અને અધિવેશન મુલતવી રાખવું પડેલું તે સંબંધે મોહનભાઈના ઉદ્ગાર જુઓ : “આવી રીતે અધિવેશન ભરવા સામે વિરોધ બતાવનારા સર્વને કૉન્ફરન્સના શત્રુ નહીં કહી શકીએ. તેમને વિઘ્નસંતોષીઓ પણ કેમ કહેવાય? જુદાજુદા દૃષ્ટિકોણથી જોનારાને જુદુંજુદું પ્રતિભાસે અને એ જુદુંજુદું એકત્રિત કરી વિચારવામાં વ્યાવહારિક બુદ્ધિ છે. તેથી જ સત્યશોધન થાય છે. અમને તો એક બાજુથી અધિવેશન ન ભરાયું તેથી એક મહા તક ગુમાવવામાં આવી છે એવું જૈન સમાજનો ભવિષ્યનો ઈતિહાસકાર જરૂર લખશે એમ લાગે છે. બીજી બાજુ આ અધિવેશન નહીં ભરવામાં કુદરતનો કોઈ ગુપ્ત સંકેત હશે તો? એવો પ્રશ્ન હૃદયમાં