Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિભૂતિભા અને મનુષ્ય પ્રતિભા પુસ્તકોમાં આ સરનામું મળે છે. “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય (૧૯૦૮)માં કલ્યાણજી કેશવજીનો બંગલો, માટુંગા” (તા.૧૯-૪-૧૯૦૮) એમ સરનામું મળે છે તે એ પુસ્તિકા ત્યાં રહીને લખાઈ હશે માટે આવ્યું હશે કે હોસ્ટેલની પૂર્વે મોહનભાઈ ખાનગી બંગલામાં રહેતા હશે તેથી આવ્યું હશે એ સ્પષ્ટ થતું નથી. પહેલો વિકલ્પ વધારે સંભવિત લાગે છે. સાહિત્યસેવાની લગની વિદ્યાર્થીકાળથી જ મોહનભાઈની સાહિત્યપ્રવૃત્તિ શરૂ થઈ ગયેલી દેખાય છે. મનસુખલાલ રવજીએ ૧૯૦૫થી “સનાતન જૈન' નામનું માસિક પત્ર શરૂ કરેલું. તેમાં મોહનભાઈ 1907 (માર્ચ)થી સહતંત્રી તરીકે જોડાયા છે. ૧૯૦૮માં પ્રસિદ્ધ થયેલી નાનકડી પુસ્તિકા જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્યમાં મોહનભાઈ જૈન સાહિત્ય, ધર્મ અને ઇતિહાસમાં ઊંડો રસ બતાવે છે અને સાહિત્યના સંરક્ષણ, પોષણ, સંવર્ધન માટે ઘણાં સૂચનો કરે છે. ૧૯૧૦થી તો એમની પોતાની લેખન-પ્રકાશનની પ્રવૃત્તિ સાતત્યપૂર્વક શરૂ થઈ જાય છે અને ૧૯૧૧માં પ્રાચીન જૈન સાહિત્યની વીગતવાર વર્ણનાત્મક સૂચિનું કામ આરંભાઈ જાય છે, જે પછીથી “જૈન ગૂર્જર કવિઓ'ના શકવર્તી સંગ્રહગ્રંથ તરીકે આપણને મળે છે. મોહનભાઈને સાહિત્યની આ લગની ક્યાંથી લાગી ? મોહનભાઈ પોતે પોતાની સાહિત્યપ્રીતિ મામાને આભારી હોવાનું જણાવે છે. મામા પ્રાણજીવનભાઈ જૈન શાસ્ત્રોના અભ્યાસી હતા, પરંતુ પોતે આ જાતની સાહિત્યિક પ્રવૃત્તિ તરફ વળેલા ન હતા. બીજું કોઈ પણ આમાં પ્રેરક-પોષક બન્યું હોવાની માહિતી મળતી નથી, એટલે મોહનભાઈની આ સ્વયંસ્ફરણા જ હશે એમ લાગે છે. કંઈક યુગબળે પણ એમાં ભાગ ભજવ્યો હોય. વકીલાત - કેવળ આજીવિકાળે આટલોબધો ઉત્કટ સાહિત્યરસ છતાં મોહનભાઈએ વ્યવસાય સ્વીકાર્યો તે તો વકીલાતનો. એમણે પોતાના સાહિત્યરસને અનુરૂપ અધ્યાપકની કે એવી કોઈ કારકિર્દી ઘડવાનું કેમ વિચાર્યું નહીં હોય ? આ વિશે આજે આપણે કશું કહી શકીએ તેમ નથી. એ સમયે વકીલાતનો વ્યવસાય એ બુદ્ધિજીવી વર્ગનો એક ઉત્તમ વ્યવસાય ગણાતો હતો એ પરિસ્થિતિ આમાં