Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 18 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્યપ્રતિભા માટે પોતે અળગા રહેલા - તેથી પોતે એ વિશે ચોક્કસપણે જાણતા નથી. રમણીકભાઈ તો 43 વર્ષની ઉંમરે ૧૯૬૭માં અવસાન પામ્યા હતા, એટલે આ વિશે માહિતી આપનાર, પછી, કોઈ ન રહ્યું. છેક હમણાં માહિતી મળી છે કે મોહનભાઈનો પુસ્તકસંગ્રહ જૈન સાહિત્ય વિકાસ મંડળના અમૃતલાલ કાળીદાસ દોશી પાસે પહોંચ્યો છે પણ વધારે અગત્યની તો એમની અન્ય અપ્રગટ સામગ્રી છે. એનું શું થયું ? મોહનભાઈની ઉચિત કદર થઈ ન શકી પણ એમણે ભારે પરિશ્રમપૂર્વક એકઠી કરેલી મૂલ્યવાન સામગ્રીની સંભાળ પણ આપણે ન લઈ શક્યા એ વિદ્યાક્ષેત્રે આપણી નિષ્ક્રિયતાની નિશાની છે. આ માત્ર મોહનભાઈની સામગ્રીને જ સ્પર્શતી બાબત નથી, વ્યાપકપણે જોવા મળતી દુર્ઘટના છે એટલે એનો કેટલો અફસોસ કરીએ ? આશા રાખીએ કે આપણી વિદ્યાસંપત્તિને ઓળખવાની ને એનું જતન કરવાની સદ્દબુદ્ધિ આપણને સાંપડે, સાલવારી મોહનભાઈની જીવનઘટનાનું, છેલ્લે, સાલવાર દર્શન કરીએ : 1885 એપ્રિલ 1, સં. 1941 ચૈત્ર વદ 7, સોમવાર : જન્મ, લુણસર, વાંકાનેર તાબે, જિ. રાજકોટ. 1905 : મનસુખલાલ રવજીએ “સનાતન જૈન” માસિક શરૂ કર્યું; “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ' શરૂ થયું. 1907 માર્ચ : મોહનભાઈ “સનાતન જૈન'માં સહતંત્રી તરીકે જોડાયા. 1908 : વિલ્સન કૉલેજમાંથી બી.એ.; “જૈન સાહિત્ય અને શ્રીમંતોનું કર્તવ્ય એ પુસ્તિકાનું પ્રકાશન. * 1909 : “સનાતન જૈન” બંધ થયું. ' 1910H એલએલ.બી. થયા; હર્બટ વૉરનના જૈનીઝમ”નું ભાષાંતર કર્યું; જૈન સુડસ બ્રધરહૂડ સમક્ષ અંગ્રેજીમાં “શ્રીમદ્ યશોવિજયજી એ નિબંધ રજૂ કર્યો; વિનયવિજયોપાધ્યાયવિરચિત “નયકર્ણિકા'નું પ્રકાશન (ફતેહચંદ કપૂરચંદ લાલન સાથે); “જિનદેવદર્શન'નું પ્રકાશન. 1911: “સામાયિક સૂત્ર'નું પ્રકાશન; જૈન સાહિત્યની વિગતવાર વર્ણનાત્મક