Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા કરાવે છે. એ સેવકભાવે જેમ કીર્તિ કે કદરની અપેક્ષા રાખી નથી, તેમ પોતાનાં કાર્યોના આર્થિક વળતરની પણ અપેક્ષા રાખી નથી. “સ્વામી વિવેકાનંદના પત્રો'નું ભાષાંતર સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયને મોહનભાઈએ કંઈ પણ બદલો લીધા વિના કરી આપેલું. “જિનદેવદર્શન' જેવાં કેટલાંક પુસ્તકો પોતે પ્રગટ કરેલાં ત્યારે એમાંથી કશા આર્થિક લાભની ગણતરી રાખી ન હતી. “જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સ હેરલ્ડ” અને “જૈનયુગ' એ સામયિકોનું સંપાદન કર્યું તે સંસ્થા પર એક કારકુનનો બોજો પડવા દીધા વિના, પ્રફરીડિંગ વગેરે સઘળાં કામો જાતે જ કરી લઈને. જૈન ગૂર્જર કવિઓ' જેવાં ભગીરથ કામો પણ કેવળ પ્રીતિપરિશ્રમ જ હતાં. ઊલટું આ કામમાં અનેક સ્થળોની મુલાકાત વગેરે નિમિત્તોથી મોહનભાઈને પોતાને ઘણું ખર્ચ વેઠવું પડ્યું હતું. મોહનભાઈ સંકલ્પપૂર્વક આ કામોમાંથી બદલો લેવાથી અળગા રહ્યા જણાય છે કેમકે જ્યાં સહેલાઈથી બદલો મળી શકે તેમ હતો ત્યાં પણ એમણે લીધો નથી અને એમની છેલ્લી ઇચ્છા પણ વકીલાતમાંથી નિવૃત્તિ લઈને, કશો બદલો લીધા વિના જ, સાહિત્યની સેવા કરવાની હતી. જીવનનિર્વાહ માટે તો વકીલાત જ, વિદ્યાકાર્યો કે જાહેર સેવામાંથી પૈસોયે લેવાનો નહીં એ મોહનભાઈનો સંકલ્પ એક અસાધારણ ઘટના છે. એ આપણને પ્રભાવિત કરે છે અને મોહનભાઈમાં એક પ્રકારના સાધુજીવનની જાણે ઝાંખી કરાવે છે. મોહનભાઈની આ ભાવનાનો વિચાર કરતાં આપણને પણ પરમાનંદ કાપડિયાની જેમ તેમ માનવાનું મન થાય કે મોહનભાઈને માનપત્ર અને થેલી પણ વણઅર્પયાં રહી ગયાં એ એમની ભાવનાને અનુસરતું જ થયું. નવિદ્યાપ્રેમ મોહનભાઈમાં નર્યો વિદ્યાપ્રેમ હતો. કોઈની પણ દ્વારા વિદ્યાનું કામ થતું હોય તો આનંદ અનુભવે અને પોતાનાથી શક્ય તે મદદ કરી છૂટે. મુનિ જિનવિજયજીની ગુજરાત પુરાતત્ત્વ મંદિરની, સિંઘી સિરીઝની કે ભારતીય વિદ્યાભવનની વિદ્યાપ્રવૃત્તિઓ ચાલે અને એનો ઉત્સાહ અનુભવે મોહનભાઈ. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જૈન ચેર સ્થાપવા માટે મોહનભાઈ કૉન્ફરન્સને પ્રેરે અને પંડિત સુખલાલજી એ ચેર પર બનારસ જાય એમાં એ ભાગ