Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 40 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા તા.૮-૨-૧૯૨૫. કાળાં બીબાં અહીં કરવામાં આવ્યાં છે.) જૈન સમાજની ઉન્નતિ દેશની ઉન્નતિમાં સમાયેલી છે એ મોહનભાઈની દૃઢ પ્રતીતિ છે. તેથી જ એક ભાઈએ મહાવીરના સિદ્ધાંતોનો અમલ તેમના અનુયાયીઓમાં દેખાતો નથી એવી હૈયાવરાળ કાઢી તેના ઉત્તર રૂપે તેઓ લખે છે કે “શ્રી મહાવીરના સિદ્ધાંતોનો વ્યવહારુ અમલ તેના અનુયાયી સમાજમાં ન દેખાય તેમાં આપણો બધાનો વાંક છે અને સામાન્ય જનતાને દોરનાર આગેવાનો - ધર્મોપદેશકોના શિરે તેનો મોટામાં મોટો હિસ્સો છે. દેશનું દારિદ્રય ફીટવાની મોટામાં મોટી ચાવી તે સ્વરાજ છે. તે મેળવવા માટે દેશની સર્વ કોમોએ (કે જેમાં જૈનોનો પણ સમાવેશ થાય છે) પોતાની નિર્બળતા દૂર કરીને પ્રગતિના પંથે વિચરવા પ્રબલ પુરુષાર્થ કરવાની - કરીને કંઈક કાર્ય રૂપે બતાવી આપવાની અતિ - અતિશય આવશ્યકતા છે. શ્રી મહાવીરનો પ્રબલ પુરુષાર્થ સર્વને વીર થવા પ્રેરે એ જ અત્યારે ટૂંકમાં હૃદયની પ્રાર્થના.” (જૈનયુગ, વૈશાખ 1985) મોહનભાઈની દેશપ્રીતિની ભાવના એવી ઉત્કટ છે કે આપણને કદાચ અપ્રાસંગિક લાગે એવી રીતે પણ એ ઊછળી આવે છે. ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાળા' (1920) એ શુદ્ધ જૈન સાંપ્રદાયિક કૃતિના સંપાદનને છે. તેઓ “મેળવેલું એક પ્રભાતિયું છાપે છે જે દેશહિત વિશેનું છે ! જૈનો સમેત દેશના સમસ્ત પ્રજાજીવનમાં જે નવો પ્રાણ ફૂંકાયો છે એ ગાંધીજીને આભારી છે એવી મોહનભાઈની પ્રતીતિ છે. શત્રુંજયનો પ્રશ્ન ઊભો થયો ને એ માટે જૈનોને કરવામાં આવેલી યાત્રાત્યાગની હાકલ સફળ થઈ ત્યારે મોહનભાઈ પૂછે છે - આ જોસ અને જોમ ક્યાંથી આવ્યાં ? અને એમનો ઉત્તર છે - મહાત્માજીએ દેશમાં ઊભા કરેલા વાતાવરણમાંથી. (જૈનયુગ, શ્રાવણ 1982) મોહનભાઈ કૉંગ્રેસના ધ્યેયમાં માનતા હતા અને ગાંધીજીએ કૉંગ્રેસનાં સૂત્રો હાથમાં લીધાં ત્યારથી તો કોંગ્રેસ એમને માટે તીર્થધામ બની ગઈ હતી. કોંગ્રેસનું કામ સીધી રીતે કરવાની એમની પરિસ્થિતિ નહોતી પણ કોંગ્રેસના અધિવેશનોમાં એ હાજરી આપતા અને એમાંથી બળ મેળવતા.