Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા 47 અને અંગ્રેજીનું સ્થાન, યુનિ. ગ્રેજ્યુએટોનું કર્તવ્ય, ઈતિહાસનો વિકાસવાદ, હિંદુ-મુસ્લિમ ઐક્ય વગેરે. આ ગ્રંથના નિવેદનમાં આવા બધા વિચારો કઈ રીતે પ્રસ્તુત એવો પણ કોઈને પ્રશ્ન થાય ! મોહનભાઈની વિચારસૃષ્ટિના વ્યાપની આવી ઝાંખી થાય ત્યારે જ એમની સાથે ““જૈન સમાજ, સાહિત્ય, કોંગ્રેસ, રાજકારણ, ધર્મરૂઢિઓ, સાધુસંસ્થાની વિશેષતાઓ અને વિકૃતિઓ વગેરે વિષયો ઉપર ચર્ચા કરવી, વિચારવિનિમય સાધવો એ આ જીવનનો એક લ્હાવો હતો' એ પરમાનંદ કાપડિયાના શબ્દોની યથાર્થતા આપણને સમજાય. કેટલાક વિચારો છેલ્લે, મોહનભાઈના થોડાક લાક્ષણિક, ધ્યાન ખેંચતા વિચારો નોંધવાનો લોભ થાય છે. એથી પણ એમના મનોવલણોને સમજવામાં મદદ મળશે : | | ઈતિહાસ તે ભૂતકાળનું માત્ર રાજકારણ નથી, તે તો દાખલા અને પ્રત્યક્ષ ઉદાહરણોથી બોધ કરતી ફિલસૂફી છે. (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, નિવેદન, પૃ.૨૮). || પૂર્વના મહાન વીરોમાં મહત્તા નીરખવી એ પ્રજાકીય પ્રજ્ઞાનો * પ્રારંભ છે. (એજન, પૃ.૨૮). || ભૂતકાલ પ્રત્યે સામાન્ય રીતે અક્ષમ કે અસહિષ્ણુ નથી થવાતું... ભૂતકાળમાં તે સર્વ બનેલું એટલે આપણને તેની સાથે સાક્ષાત પરિચય હોતો નથી, તેથી તેના પ્રત્યે સારા કે નરસા અભિનિવેશ જાગતા નથી. પણ આપણી નજર આગળ પસાર થયેલો વર્તમાન વિચારવાનો આવે ત્યારે આપણી લાગણી સ્વસ્થ રહેતી નથી... અનિષ્ટ તત્ત્વો પ્રત્યે સહનશીલતા રહેતી નથી અને સત્ય કહેવા જતાં... કોઈ વખત વધુ પડતું કહી જવાનો, તેમ કોક ટાણે અન્યાય કરી દેવાનો પણ પ્રસંગ આવવાનો સંપૂર્ણ સંભવ છે. (એજન, પૃ.૪૨) D જાહેર સેવા કરનારનો ધર્મ પ્રજાના પ્રવાહની જે ગતિ હોય તેમાં તણાવાનો નથી...જો પોતાના દિલમાં “ના” હોય તો તેનામાં “ના” કહેવાની હિંમત હોવી જોઈએ. (એજન, પૃ.૪૬) | યુવકો પ્રત્યે બંડખોર કહી ઉપેક્ષા કરવી, તેમની હરકોઈ પ્રકારે