Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 48 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા નિદા કરવી,. તેમનો જુસ્સો દબાવી દેવો અને તેમની પ્રવૃત્તિઓ ને વિચારÚરણાઓ અનિષ્ટ, ઉશ્રુંખલ તથા અહિતકારી ગણી જ લેવી - એ તેમનું માનસ નહીં સમજવાથી ઉપસ્થિત થયેલાં પરિણામો છે...ભણેલા યુવકો ન્યાય ચાહે છે, યુક્તિ ઈચ્છે છે...યુક્તિ કે ન્યાય દાખવવા જેટલી બુદ્ધિ કે શક્તિ ન હોય અને તે છતાં સ્વમાન જાળવવું હોય તો પ્રેમદૃષ્ટિથી યુવકો જે કરે તે જોયાં કરવું - મૌન સેવવું એ આજનો યુગધર્મ કહે છે. અત્યારે તો વિરોધ, પ્રતિકાર, પ્રણાલિકાભંગ, આક્રમણ એવા અનેક શબ્દોના રણકાર સંભળાય છે. આથી ભડકવાનું નથી, પરંતુ યુગમાં એક પ્રકારનું જોસ - બળ આવ્યું છે. તેના ચિહ્ન તરીકે એ રણકાર છે એમ સમજી આનંદવાનું છે અને વિશેષમાં તેનો લાભ લઈ તે રણકાર વધુ ને વધુ ગતિ લઈ યોગ્ય પ્રગતિના પંથે વહી એક પ્રચંડ મહાન અવાજ બની વિશ્વવ્યાપી થાય, આખા ભારતમાં ફરી વળે એવું ઇચ્છવાનું છે. (એજન, પૃ.૪૮-૫૦). D વાણી અને વિચારના અસંયમથી ધાર્યા ઘા થઈ શકશે નહીં અને એમ કરતાં નિશાન ખાલી જવાથી પ્રત્યાઘાત વધારે જોરવાળો થશે. (એજન, પૃ.૫૦-૫૧). T હિંદુ (જેમાં જૈનો સમાય છે), મુસલમાન ને પારસી એ ત્રણે કોમો ગુજરાતી બોલે છે, ત્રણે વેપારી હોઈ આખા હિંદુસ્તાનમાં ને દેશાવરમાં ફરનારી છે. એ ત્રણેને ગુજરાતી તરીકે ઓળખાવનાર વસ્તુ તેમની ભાષા છે. તેની સેવા ત્રણે કોને કરવી અને તે ભાષામાં શિક્ષણ આપનારી વિદ્યાપીઠને સ્થાપિત, પોષિત અને વર્ધિત કરવી એ તેમની ફરજ છે. (એજન, પૃ.૫૩) _એક જાતિ કે કોમનું તાત્ત્વિક સ્વરૂપ તે પૂર્વ યુગોમાં જે સ્થિતિમાં હતું તેમાંથી ઉપલબ્ધ થતું નથી તેમજ વર્તમાનમાં જે સ્થિતિમાં સ્થિર થયેલ હોય તેમાંથી પણ મળતું નથી; કોઈ પણ પ્રજાના ઈતિહાસની પર્યાલોચના કરીએ તો એવું ઊંડું ને પાયામાંથી ચણેલું કંઈક મળી આવશે કે જે સંપૂર્ણતા પામ્યા વગર નિરંતર નવીન ને નવીન થતું જાય. આ વિકાસવાદ જીવનનું રહસ્ય છે - તાત્ત્વિક સ્વરૂપ છે. (એજન, પૃ.૫૬) ઇતિહાસકારની મોટી વિષમતા એ છે કે કેટલીક વાર પાછળના ગ્રંથોમાં વર્ણવેલી સ્થિતિ પૂર્વના ગ્રંથો કરતાં પણ પૂર્વતર હોય છે, અમુક