Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 34 વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા ગુજરાતીની ઈમારત એકલા બ્રાહ્મણ સાહિત્ય પરથી નહીં પણ બન્ને સાહિત્ય પરથી રચી શકાશે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ.૧૦૭૧-૭૩, પાદટીપ) ભેદદૃષ્ટિનો વિરોધ મોહનભાઈએ પોતાનું કાર્ય જૈન સંપ્રદાયમાં સીમિત રાખ્યું પણ એમની દૃષ્ટિ સાંપ્રદાયિકતાથી રંગાયેલી નથી એ હકીકતની પ્રતીતિ એ વાત પરથી થશે કે એ, ગાંધીજીને અનુસરીને, જૈનોને હિંદુઓમાં જ ગણાવે છે : “જૈન એક જાતિ નથી પણ એક ઘર્મ છે - આર્ય ઘર્મ છે - ભારતવર્ષમાં જન્મેલો ધર્મ છે. હિંદુ એ જાતિ છે અને તેથી જૈનો જાતિએ હિંદુ છે. જૈન ધર્મ પાળનારાઓમાં હિંદમાં વસતાં વણિક આદિ જુદાંજુદાં વર્ષો-જાતિઓ છે. ગમે તે વર્ણના તે ધર્મ પાળી શકે છે.” (જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, નિવેદન, પૃ.૪૫) મોહનભાઈનું ભેદષ્ટિવિરોધી મંતવ્ય મુનશીનાં “પાટણની પ્રભુતા' ને “રાજાધિરાજ'નાં કેટલાંક નિરૂપણો પરત્વે વિવાદ જાગે છે ત્યારે સ્પષ્ટપણે વ્યક્ત થતું જોવા મળે છે. " “પાટણની પ્રભુતામાં અનેક ગુણો છે. તે એકો હિ દોષો ગુણસંનિપાતે સૂત્રમાં રહેલા અર્થથી ઉપેક્ષા કરવા યોગ્ય નથી” એમ માનનારા મોહનભાઈ મુનશીએ કરેલા આનંદસૂરિ જતિનાં ને હેમચન્દ્રાચાર્યનાં નિરૂપણોમાં રહેલાં ઐતિહાસિક અતધ્યો અને અનૌચિત્યો સાધાર રીતે વીગતે બતાવે છે ને એ નિરૂપણો પરત્વે પોતાની અસંમતિ પણ જાહેર કરે છે. “રાજાધિરાજ' નવલકથા લખાતી હતી ત્યારે જ મુનશીની પૂછપરછના જવાબમાં એમણે માર્મિક ટકોર કરી હતી અને ચેતવણી આપી હતી : શું હેમચંદ્ર અને મંજરીનો મેળાપ કરાવી મંજરીની છબી હેમચંદ્રના મનમાં લાવી તેને તેથી થયેલા વ્રતખંડનથી તેની પાસે પ્રાયશ્ચિત લેવરાવી - મિચ્છામિ દુક્કડ કરાવી - તેને તેવા આકારમાં મૂકી તમારી નવલકથા ભૂષિત કરવા માગો છો ? એક રસિક પ્રસંગ પૂરો પાડવા ચાહો છો ? મુંજાલને મીનળનો આશક કર્યો, ઉદાને પરસ્ત્રીનું અપહરણ કરનાર ચીતર્યો, આમ્રભટ્ટને મૂર્ણો - પરસ્ત્રીલુબ્ધ બતાવ્યો વગેરે વગેરે, આનંદસૂરિના કલ્પિત