Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ 32 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા અને મિત્રો વિનોદ કરે એ પ્રેમથી સહી લે. ક્યારેક પોતે પોતાની જાતનો વિનોદ કરે. મુક્ત ખડખડાટ હાસ્ય એ એમના સ્વભાવનું એક લક્ષણ હતું. ઉત્કટ વિદ્યાપ્રેમ અને નિઃસ્વાર્થ સેવાની લગની, કપરી કર્મઠતા અને નરી નિઃસ્પૃહતા, ગુણાનુરાગિતા અને સ્પષ્ટવક્રુત્વ, સત્યનિષ્ઠા અને સરલતા, માનવપ્રેમ અને સહાયવૃત્તિ, તથા સાદાઈભર્યા નીતિનિષ્ઠ જીવનનો આદર્શ - મોહનભાઈના વ્યક્તિત્વની આ છબી આપણા ઊંડા આદરને પાત્ર નથી લાગતી ? 3. વિચાર, જૈન સાહિત્યની જ સેવા શા માટે? ૧૯૧૪માં રણજિતરામે એક પત્રમાં મોહનભાઈને પૂછ્યું હતું કે તમે તમારી સાહિત્યસેવા જૈન સંપ્રદાય પૂરતી મર્યાદિત રાખવાનું શા માટે ઇચ્છુક્યું છે? મોહનભાઈએ તા.૧-૯-૧૯૧૪ના પત્રમાં એનો વિસ્તૃત ખુલાસો કરેલો તે ખાસ જાણવા જેવો છે : “મારી પ્રવૃત્તિઓ જૈન સાંપ્રદાયિક સાહિત્ય પૂરતી મેં શા માટે મર્યાદિત રાખી છે એનાં કેટલાંક કારણો જણાવું H (1) જૈન સાહિત્યમાં કેવાં અમૂલ્ય રત્નો પડેલાં છે તે પ્રકાશિત કરવા જૈનોએ હજુ સુધી કંઈ કર્યું નથી. (2) આદર કરવા યોગ્ય છૂટાછવાયા અપવાદો બાદ કરતાં અજૈનોએ જૈન સાહિત્યનો અભ્યાસ કર્યા વિના અને એને અંગે સમાનભાવી નિષ્પક્ષ દૃષ્ટિબિંદુ નિપજાવ્યા વિના જ એની ગુણવત્તા વિશે પૂર્વગ્રહયુક્ત મૂલ્યનિર્ણયો ઉચ્ચાર્યા છે. (3) પાશ્ચાત્ય વિચારોની અસર નીચે આવેલા આધુનિક જૈન લેખકો ઘણા ઓછા છે ને એમણે ઉપરકથિત મૂલ્યનિર્ણયોની અસ્પષ્ટતા અને અસત્યતાને દૂર કરવા કે પોતાનાં સાહિત્ય અને ઐતિહાસિક દસ્તાવેજોને પારદર્શક અને વિસ્મયજનક રીતે પ્રકાશિત કરતી ઉપયોગી માહિતી પૂરી પાડવા ભાગ્યે જ કંઈ કર્યું છે. (4) બિનસાંપ્રદાયિક સાહિત્યના અભ્યાસમાં તો ઘણા સારસ્વતો લાગેલા છે અને તેથી, અલ્પસંખ્ય જૈન વિદ્વાનો ને અભ્યાસીઓની મદદ એમાં એવી જરૂરની નથી કે એ મોટું પ્રદાન ગણાય. જ્યાં સુધી બધા નહીં તો કેટલાક જૈનેતરો જૈન સાહિત્યને સાંપ્રદાયિક અને અસ્પૃશ્ય ગણે છે ત્યાં સુધી જૈન અભ્યાસીઓ દ્વારા એનો અભ્યાસ