Book Title: Viral Vidwat Pratibha ane Manushya Pratibha
Author(s): Jayant Kothari, Kantibhai B Shah
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________ વિરલ વિભ્રતિભા અને મનુષ્ય પ્રતિભા 31 લાગે છે એમ એ નોંધ્યા વિના રહી શકતા નથી. વાડીલાલનાં લખાણોમાં ટંકારા જોવા મળે છે તેની ટીકા કરે છે અને એમનાં વૈમનસ્ય વધારે એવાં લખાણો માટે અપ્રસન્નતા વ્યક્ત કરે છે. (આ જ કારણે, પહેલાં જે વાડીલાલના અનન્ય ભક્ત હતા તે મોહનભાઈ પછીથી એમના વિશે તટસ્થ થઈ ગયેલા.) મુનશીની સાહિત્યસંસદના મોહનભાઈ એક સભ્ય હતા, પણ “પાટણની પ્રભુતા” અને “ગુજરાતનો નાથ'નાં કેટલાંક નિરૂપણોનો વિરોધ કરવાનું એ કર્તવ્ય સમજે છે. મુનશીને જૈન પરંપરાનું જે અજ્ઞાન છે તે જોતાં “જૈન સાધુ વિશે લખવા માટે તમે યોગ્ય તો ન જ ગણાવ” એમ સ્પષ્ટ રીતે જણાવી શકે છે. “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં કેશવલાલ કામદારની પ્રસ્તાવના મૂકી પણ એ પ્રસ્તાવનાના “બધા વિચારો સાથે હું સંમત નથી” એમ નોંધ્યા વિના મોહનભાઈ રહી શકતા નથી. મોહનભાઈનાં સત્યપ્રિયતા અને સ્પષ્ટવક્નત્વ અનેક સંસ્થાઓના કાર્યવાહક મંડળમાં તેઓ હતા તેની ચર્ચાઓમાં વ્યક્ત થયા વિના રહેતાં નહીં. પોતાના વિચાર અત્યંત સ્પષ્ટ અને નિશ્ચિત હોય ત્યારે એ ઉત્તેજિત પણ થઈ જતા. પણ એમના મનમાં કોઈ દંશ ન હતો તેથી પોતાના વિરોધી સાથે તરત જ મળી જવામાં એમને કોઈ મુશ્કેલી ન પડતી. એ ખેલદિલ - સાફદિલ આદમી હતા. આથી જ પરમાનંદ કાપડિયા એમ લખી શકે છે કે “ભિન્ન ભિન્ન સંસ્થાઓની કાર્યવાહીમાં તેમની બાજુમાં બેસીને કે સામા બેસીને કામ કરવું, સહમતી અનુભવવી કે વિચારોની અથડામણમાં આવવું... આ જીવનનો એક લહાવો હતો.” મહત્ત્વાકાંક્ષા વગરના માણસ . મોટાં સાહિત્યિક કાર્યો માથે લેનારા અને જાહેરજીવન સાથે આટલાબધા સંકળાયેલા છતાં મોહનભાઈ મહત્ત્વાકાંક્ષા વગરના માણસ હતા ! જે કંઈ કર્તવ્ય બજાવવાનું આવ્યું - અગ્રણી બનીને કે અનુયાયી બનીને - તે એમણે ધર્મભાવથી, એકમાત્ર સેવાની લગનીથી બજાવ્યું. મોહનભાઈનું જીવન એ જાણે એક અર્પિત જીવન હતું. વિનોદવૃત્તિ એટલે જ મોહનભાઈ મનથી અત્યંત હળવા રહી શકતા. વિનોદ કરે